Uncategorized

સમજદાર કો ઈશારા કાફી…. C

સંકટ ભરી આ જિંદગી થી,હરનારો હું નથી,
સાગર ડૂબાડી દે મને,એવો કિનારો હું નથી.
 
મારે સદા અજવાળવા,અંધારઘેર્યા પંથ સહુ,
ચમકી અને તૂટી પડે એવો સિતારો હું નથી.
 
બડા બડાઈ ના કરે,બાળા ના બોલે બોલ;
હીરા મુખસે ના કહે,લાખ હમારા મોલ.
 
મતલબ વિનાની લાગણી,ક્યાં યે નથી મળતી અહી;
દિલ માંય માનવી ના,અહીતો દિમાગ બેઠા છે.
 
ઘણું સહ્યું ઘણું જોયું ,હવે ઘણું સહેવું નથી,
અહીના માનવી જો મળે સ્વર્ગ માં,તો સ્વર્ગ માં ય રહેવું નથી.
 
શિકાયત ક્યાં સુધી કરશો,(એનાથી) ના તકદીર જાગે  છે.
મુકો લપ લપ ચઢો કામે,નસીબ બસ એજ માંગે છે.