Uncategorized

સમજદાર ને ઈશારો કાફી……D

” નામ ચોખો રંગ ચોખ્ખો ઉજ્જવલ એનું રૂપ,
કંકુ સાથે મેળ કરી ને કૈક નમાવ્યા ભૂપ ;
મગ ની સાથે મેળ કરી ને ચોખો થયો બદનામ,
નામ ખોયું રૂપ ખોયું લોકે પાડ્યું ખીચડી નામ.”
 
સંગત કરી સંતો તણી,જન શ્રેય ના પંથે ચઢ્યા,
પાપી તણી સંગત થકી,જન પાપના પંથે પડે.
 
કરે દંભ એ ખોટો ગણાતો એ મોટો,
પ્રદર્શન માં માનવ વિચારતો રહ્યો છે;
જુઠાણા ને આધારે જીવી રહ્યો છે
પ્રભુ જાણે માનવ ક્યાં જઈ રહ્યો છે.
 
નિત્ય ઝગડવું એ સૃષ્ટિ માં વસનારથી બનતું નથી,
સર્જન નું કાર્ય સંહાર થી બનતું નથી…
એમ કહી રહ્યા છે મહાપુરુષો બધા,
જે બને છે પ્યાર થી એ તકરારથી બનતું નથી.