Gujarati

સુખી પરિવાર………….

આપના પરિવાર માં સુખ અને સંતોષ નું સામ્રાજ્ય ઝંખો છો ? તો..
એવું વાતાવરણ પેદા કરવા આ પ્રમાણે વર્તન કરો………………..
  • સહુ વડીલ ના માર્ગદર્શન મુજબ જ વર્તે.
  • મતભેદ નો ઉકેલ ડંખ ન રહે તેમ વિવેક થી લવાય.
  • મોટા પ્રત્યે વિનય અને નાના પ્રત્યે પ્રેમ રખાય.
  • વડીલ ની નજર, સૌ પ્રત્યે સમાન અને ન્યાયી હોય.
  • કોઈ ની હાંસી ન કરાય,ભૂલ પણ પ્રેમથી બતાવાય.
  • સૌ એક બીજા ને સ્નેહ અને માન થી બોલાવે.
  • જરૂર પડે એક બીજા ની સેવા કરવા સૌ તત્પર રહે.
  • કોઈ કટુવાણી ન જ બોલે,સરળતા થી વર્તે.
  • સંપત્તિ કરતાં સંપ ને વધારે મહત્વ અપાય.
  • વ્યસનો થી વેગળા રહેવાય,સ્ત્રી ને સન્માન અપાય.
  • અંગત કરતાં,કુટુંબ ના સુખ,સગવડ અને કીર્તિ ને ધ્યાનમાં રખાય.
  • બાળકો નીર્ભયી,સદાચારી અને સંસ્કારી બને તેનું ખાસ ધ્યાન રાખવું.
  • નોકરો પ્રત્યે કુટુંબી જેવો પ્રેમ ભર્યો વર્તાવ રખાય.
  • અઠવાડિક કુટુંબ ગોષ્ઠી રખાય,તેમાં સૌના નિખાલસ વિચારો દર્શાવાય.