હસતો રહું છું એજ બતાવે છે કે ખિન્ન છું !

 

હસતો રહું છું એજ બતાવે છે કે ખિન્ન છું !

 
ખીલીને પુષ્પો હશે છે ચમનમાં,ખીલીને ચંદા હસે છે ગગનમાં,અનંત તારા નભે હસે છે,પ્રણય ની જ્યોત હસે છે નયનમાં.
સુખી હસે છે, દુખી ને દેખી,દુખી હસે છે, દુખ વિસરતાં, સુખી નહિ હું … દુખી નહિ હું… હસું છું કોને સુના જીવન માં .
 
શુ.. શું..વીત્યું જીવન માહી સંભાળવું નથી, જીવન ટૂંકાવાવું છે,હવે વિસ્તારવું નથી.
હૈયું ભલે બળે,નયન ! આંસુ ન સારશો , ફૂકી નાખવું છે હવે ઠારવું નથી.
                     
મારા જીવન રહસ્ય થી રણ પણ અનજાણ છે,મૃગજળ ને પી ,જીવી રહ્યો છું તીવ્ર પ્યાસ માં !