Uncategorized

સિહ અને વાંદરો

જંગલ નો રાજા સિહ એક દિવસ જમીન તરફ મુખ રાખી ચાલી રહ્યો હતો,તેવામાં એક વાંદરો ઝાડ પર કુદકા મારતો આવ્યો,અને અનાયાસે તેની નજર અને સિહ ની નજર મળી ગઈ,એટલે વાંદરા એ પૂછ્યું કે આમ કેમ ? તમે તો જંગલ ના રાજા છો ,તમારી આ દશા ? એટલે સિહે કહ્યું સાધુ સમાગમ માં આવ્યો છું, ત્યારથી માંસહાર નોત્યાગ કર્યો છે,ફળ ફળાદી જે મળે તેનાથી જીવન ગુજારૂં છું ! વાંદરો તો ખુશ થઇ ગયો ! સિહ ને મહાત્મા સમજી પ્રણામ કરવા નીચે આવ્યો,જેવો વાંદરો નીચે આવ્યો કે તુરંત સિહે તેને પકડી લીધો,એટલે વાંદરો જોર જોર થી હસવા લાગ્યો … વાંદરા ને હસતો જોઈ સિહ વિચાર માં પડી ગયો અને હસવા નું કારણ પૂછ્યું,તો વાંદરાએ કહ્યું
મને છોડો તો કહું, સિહે વાંદરા ને છોડી દીધો એટલે વાંદરો તરત ઝાડપર ચઢી ગયો,અને જોર જોરથી રડવા લાગ્યો,આ વિચિત્રતા કોની ?
 
આ કપટ અને માયાવી સંસારની વિચિત્રતા છે.