Uncategorized

પોથી પંડિત……

એક કાજી ના જીવન માં ભણતર નો ભાર (ઘમંડ) ખૂબ હતો, પણ ગણતર નું ગૌરવ જરાય ન હતું,એક દિવસ એમને એક ચોપડી માં વાંચ્યું કે માણસ નું માથું નાનું હોય અને દાઢી લાંબી હોય તે માણસ બેવકૂફ નીકળે છે.કાજી એ વિચાર્યું મારે બરાબર એમજ છે, હવે મારું માથું તો મોટું ન થઇ શકે; પણ દાઢી તો ટુકી થઇ શકે,એ પ્રમાણે નક્કી કરી ઘરમાં કાતર શોધવા લાગ્યા,પણ કાતર મળી નહિ,એટલે વિચાર્યું મીણબત્તી સળગાવી અને વધારા ની દાઢી હાથે થી પકડી બાળી નાખું,અને મીણબત્તની જ્યોત બળતી બળતી હાથ સુધી આવશે,એટલે બુઝવી નાખીશ,પણ જ્યાં મીણબત્તી ની જ્યોત દાઢી એ લગાવી ત્યાં અડતા જ ભડકો થયો ,અને હાથ એકદમ છૂટી ગયો,દાઢી બધી બળી ગઈ એટલુજ નહિ,ચહેરો પણ બળીગયો તે નફામાં,ત્યાર પછી તેને પસ્તાવો થયો,અને બીજાને મોઢું બતાવતા શરમાવવા લાગ્યો,અંતે તેને ખાતરી થઇ ગઈ કે પુસ્તક માં લખેલી હકીકત સાચી નીકળી ! પોતે બેવકૂફ બની બદનામ થયો.
 
                             ” ભણ્યો પણ ગણ્યો નહિ” તે આનું નામ, ગણતર વિનાનું ભણતર જીવન માં કેવી મુશ્કેલી સર્જે છે,તે આ પોથી પંડિત ના જીવન પ્રસંગ થી જાણવા મળે છે.