હું ……( આ… હું …ક્યા છે ? ) HU…KYA CHHE..?હું ……( આ… હું …ક્યા છે ? )

એક ભક્ત લાડુ લઈને ગણપતિ પાસે ગયો, તેમના ચરણ માં લાડુ મુક્યા ,એટલા માં ઉંદર આવીને લાડુ ખાવા લાગ્યો, ગણપતિ કઈ બોલ્યા નહિ, એટલે ભક્ત ને થયું ગણપતિ કરતા આની તાકાત વધારે છે, તેથી ગણપતિ આને કઈ બોલી શકતા નથી.

એટલે ઉંદરને ઘરે લઇ ગયો, એક રસ્સી થી પૂછ બાંધી રાખી,તેની પૂજા કરવા લાગ્યો , એકાદ બે દિવસ ગયા ત્યાં બિલ્લી આવી તેને જોઈ ને ઉંદર જોર લગાવી રસ્સી કાપી ને ભાગી ગયો,

ભક્તને થયું, ઉંદર થી તાકાતવાન આ બિલ્લી લાગે છે, એટલે બિલ્લી ને પાળી,અને તેની પૂજા કરવા લાગ્યો, થોડા દિવસ ગયા ત્યાં કુતરો આવ્યો,તેને જોઇને બિલ્લી ભાગી ગઈ એટલે આ ભાઈ ભક્ત ને થયું,બિલ્લી કરતા તો કુતરો તાકાતવાન લાગે છે.

હવે ઘર માં કુતરો રાખ્યો, તેની સરભરા ચાલુ થઇ ગઈ, કુતરો તો પરિવાર માં એવો ભળી ગયો કે પરિવાર નો એક સભ્ય હોય તેવું લાગે, થોડા દિવસ ગયા ત્યાં કુતરા એ ઘર માં બનાવેલી બધી રસોઈ બગાડી નાખી, અને પત્ની નો પિત્તો ગયો ,લાકડી લઈને દોડી કુતરાને મારવા ને કુતરો ભાગી ગયો, પતિ ભક્ત ને થયું  કે સૌથી વધારે તાકાતવાન તો મારી પત્ની છે, એટલે પત્ની ની પૂજા કરવા લાગ્યો,

એક વખત જમતી વખતે દાળ માં મીઠું વધારે હતું અને દાળ વધારે ખારી લાગી એટલે ભાઈ સાહેબ ભક્ત નો પિત્તો ગયો અને ઉભા થઇ ને પત્ની ને બે તમાચા ઠોકી દીધા ત્યાં તો પત્ની ભાગી ગઈ ત્યારે ખબર પડી- કે સૌથી વધારે તાકાત વાન હું પોતેજ છું.
 
પત્ની ભાગી જાય એ તો કેમ પરવડે, ભક્તજી પત્ની ના ભાગી જવાથી બહુ બેચેન બન્યા અને પત્ની ને પાછી  લાવવા ગણપતિ બાપા ની બાધા રાખવા પાછા તેમના દરબારે ગયા ………..