સમજદાર ને ઈશારો કાફી……E

પ્રેમતણી પરે શીખ સાધો ! જોઈ શેરડી સાંઠો રે,
જિહા ગાંઠ તિહાં રસ નવી દીસે, જિહા રસ તિહાં નવી ગાંઠો રે..
 
સફળતા જિંદગી ની કાંઈ હસ્ત રેખા માં નથી હોતી ,
ચણાયેલી ઈમારત કોઈ નકશામાં નથી હોતી.
 
ધીરજ ની વાદળી મેં બિછાવી છે આંખમાં,
પાંપણથી ય નીચે,એક્કે આંસુ નહિ છલકે.
 
ગૌરવ ભરી પદવી મળે છે,દાન ના દેનાર ને,
સ્થાન નીચું   સાંપડે છે,સંગ્રહ કરનાર ને ;
જળદાન દેતું વાદળું,આકાશ માં ઉંચે ચઢે,
સંગ્રહ કરી સાગર જુઓ, આ પૃથ્વી ઉપર તરફડે.