લોભી અને ધુતારો…..

એક શેઠ સ્વભાવે કંજૂસ હતા,ધંધા માં તકલીફ ઉભી થતાં,જ્યોતિષ પાસે ગયાં;
જ્યોતિષે કહ્યું મામુલી ગ્રહ દશા છે,કોઈ એક બ્રાહ્મણ ને જમાડશો એટલે દુર
થઇ જશે, શેઠે ઓછું ખાતો હોય તેવા બ્રાહ્મણ માટે તપાસ કરી,
 
એક બ્રાહ્મણ મળી ગયો, શેઠે તેને પૂછ્યું તો કહે ,શેઠ ફક્ત પા શેર ખાઉં છું,
એટલે શેઠે કહ્યું કાલે જમવા આવી જજે.
 
બીજા દિવસે શેઠ ને અચાનક બહાર ગામ જવાનું થયું,જતા પહેલા !
શેઠાણી ને કહ્યું કે બ્રાહ્મણ જમવા આવાનો છે, માંગે તેટલું આપજે.
 
શેઠ ગયાં ને બ્રાહ્મણ આવ્યો, શેઠાણી ને પૂછ્યું શેઠ કંઈ કહીને ગયાં છે ?
શેઠાણી એ  ચોખવટ કરી, અને માગવા કહ્યું એટલે બ્રાહ્મણે ૨૦ કિલો
લોટ,૧૦ કિલો ગોળ ૨૦કિલો ઘી અને ચાર કિલો સાકર અને શાક લીધું,
પછી બરાબર જમ્યો àª…ને àª¦àª•à«àª·àª¿àª£àª¾ પેટે,૧૦૦૦ રૂપિયા લઇ ઘર ભેગો થઇ
ગયો, àª˜àª°à«‡ જઈ તેની બાયડી ને સમજાવી સુઈ ગયો.
 
રાત્રે શેઠ બહાર ગામ થી આવ્યા,શેઠાણીની એ એમના કહ્યા મુજબ બ્રાહ્મણે
માગ્યું તેટલું આપ્યું , àªµàª¾àª¤ સાંભળી શેઠને તો ચક્કર આવી ગયાં.
 
બીજે દિવસે શેઠ બ્રાહ્મણ ના ઘરે ગયાં, શેઠ ને આવતા જોઈ ને બહાર બેઠેલી,
બ્રાહ્મણ ની પત્ની રડવા લાગી,શેઠે કારણ પૂછ્યું તો કહેવા લાગી કે શુ ખવડાવ્યું હતું ?
તમે મારા ધણી ને !તમારા ત્યાં થી ખાઈને આવ્યા પછી સખત બીમાર પડ્યા છે !
બચે તેમ નથી. બદનામ થવા ના ડર થી શેઠે આ વાત કોઈને કહેતી નહિ ,
એમ બ્રાહ્મણ ની પત્ની ને કહી, બસો રૂપિયા વાત ખાનગી રાખવાના આપ્યા.
 
લોભિયા હોય ત્યાં……..