Uncategorized

કંજૂસ…….

એક કંજૂસ માણસે મરતી વખતે કહ્યું ,મારા મરણ પછી દાન પુણ્ય માં,
મારો પાણીદાર ઘોડો વેચી ને તેના અડધા રૂપિયા બ્રાહ્મણ ને આપજો.
કંજૂસનો બેટો, કંજુસાઈ માં બાપ કરતા ઘણો આગળ નીકળી જાય તેવો
હતો,ચાલક બેટાએ, બજાર માંથી એક કુતરો લાવી ઘોડા જોડે બાંધી દીધો,
અને બોર્ડ માર્યું ૫૦૦૦ હજાર રૂપિયા માં, જે આ કુતરો લેશે, તેને ઘોડો
બે રૂપિયા માં આપીશ .
ગામ ના જાણીતા ઠાકોરે ૫૦૦૦ રૂપિયા આપી કુતરો અને બે રૂપિયા માં,
ઘોડો ખરીદી લીધો.
ઘોડા ની કિંમત પેટે મળેલા બે રૂપિયા માંથી અડધા એટલે કે એક રૂપિયો,
બ્રાહ્મણ ને દાન આપી,બેટા એ બાપ નું અંતિમ સમય નું વચન નિભાવ્યું.