રૂપનો દીવાનો દેડકો……

રૂપના દીવાના એવા એક દેડકા ભાઈ, રૂપ રૂપ ની અંબાર સમી ખિસકોલી ના મોહ માં લપટાયા,

ખિસકોલી ને એ વાત નો ખ્યાલ આવી ગયો હતો,કે આ મોહાંધ દેડકો મારી પાછળ પડ્યો છે,
તેને આ દેડકાને સબક શીખવાડવા,લગ્નનું બહાનું કાઢી લપટાવ્યો,અને લગન કરવા
તેની પીઠ પર બેસાડી તાડ ના ઝાડ પર લઇ ગઈ.તાડ ના ઝાડ ની ટોચ પર પહોચી ને દેડકા ને કહ્યું અહી બેસો,
હું નીચે જઈ ને àª²àª—્ન વિધિ માટે  ગોરમહારાજને બોલાવી ને àª†àªµà«àª‚.
                                                                                                          
 àª—ોર ને બોલાવા ગઈ તે ગઈ….   અંતે દેડકાભાઈ બોલ્યા..
 
ચમકતી નો સંગ કર્યો, ને તાડે કીધો વાસો;
આ પરણવાની બૂન પરણી ગઈ ને ઉતરવાનો હાં..હો
 
વિષયાસકત ને મોહ ના ચાળે ચઢ્યા પછી ઉતરવું ભારે પડે છે.
દેડકા ને કોણ.. ઉતારશે ?