મોક્ષ શી રીતે મળે ?

એ પ્રજા પ્રિય રાજા હતો,પ્રજાના સુખ માં સુખી અને દુખ માં દુખી,
પ્રજા જનો પણ તેની માટે કોઈ પણ સમયે માથું પણ આપવું પડે
તો તૈયાર હતા,
 
જે રાજા ને ગમતા ન હતા વૈભવો,ગોઠતા નહોતા વિલાસો,
જે ને એક જ નામનું રટણ હતું મોક્ષ શી રીતે મળે ? આત્માના સ્વરૂપ
નું ભાન શી રીતે મળે,આવા ઉદાસીન રાજા ને સંપતિ ભૂખ હોયજ શેની?
રાજા રોજ ધર્મ સભા ભરતો,જુદા જુદા ધર્મો ના પ્રચારકો ને બોલાવતો,
સહુ ને એક જ પ્રશ્ન પૂછાતો મારો મોક્ષ શી રીતે થાય? મને કોઈ મોક્ષનો
માર્ગ બતાવો.
 
પોત પોતાની રીતે બધા સમાધાન દેતાં,સહુ ને સાંભળતા રાજા ના વર્ષો
વીતી ગયાં,પણ રાજા નો મોક્ષ થયો નહિ,રાજા ની વ્યથાએ માઝા મુકી,
દિવસે દિવસે રાજા સુકાવા લાગ્યો.
 
કોઈ સંત ને આ વાત ની ખબર પડી,કે રાજાને મોક્ષ જોઈએ છે,પણ હજી
સુધી મોક્ષ હાથ માં આવ્યો નથી ! એજ રાતના બાર વાગે એ સંત રાજ
મહેલ ની અગાસી પર ચઢ્યા, એ વખતે રાજા મોક્ષના વિચારમાં જાગતો
પડ્યો હતો. અગાસી માં પગરખાં નો અવાજ સાંભળી રાજા અગાસી માં
ગયો,પડકાર કરતાં, એને કહ્યું કોણ.. છો.. ?
 
સંતે કહ્યું રાજન હું છું ! એતો મારું ઊંટ ખોવાઈ ગયું છે,તે શોધવા અહી
આવ્યો છું. ખડખડાટ હસી પડતાં રાજા એ કહ્યું ઓ મુર્ખ આદમી !ઊંટ તે
આવી ઉંચી આગાસી માં ચડતું હશે ?
 
એવાજ હાસ્ય સાથે સંત બોલ્યા,તો રાજન મોક્ષ તે કંઈ રાજ મહેલ માં
બેઠાં બેઠાં મળતો હશે ? કેવી મુર્ખામી કરી રહ્યા છો.
 
તેજી ને ટકોરે બસ સવાર પડતાં જ રાજાએ રાજ મહેલ નો ત્યાગ કર્યો.