બોધ……

બોધ…3

એક ઝવેરીએ ચમકતા કાચના ટુકડા પોટલી માં ભરી રાખ્યા હતા,તેની પાછળ એક મોટો ઉદેશ છુપાયો હતો !
એટલે મરતાં પહેલા તેઓ એ કહ્યું કે આ પોટલી મહાસંકટ આવે ત્યારે વેચજો, પત્ની એ તકલીફો વેઠી ને ,
જેમ તેમ ઘર ચલાવ્યું, પેલી પોટલી તેના માટે એક હૂફ હતી.
 
છેવટે બધું ખલાસ થઇ જતા, પુત્ર ને પોટલી આપી તેના પિતાના મિત્ર ઝવેરી ને ત્યાં વેચવા મોકલ્યો,
ઝવેરી ગંભીર સ્વભાવ નો હતો, તેને પોટલી ના હીરા જોયા , અને વિચાર્યું કાચના ટુકડા કહીશ તો આને,
અવિશ્વાસ જેવું લાગશે, એટલે સમજી ને કહ્યું ઘર ખર્ચ મારી પાસે લેજે,આ વેચવું નથી, ઘરે જ રાખ અને,
મારા ત્યાં કાલ થી કામ પર આવી જા.
 
બીજા દિવસે છોકરો કામ પર લાગી ગયો અને ધીરે ધીરે હીરા પરખતો થઇ ગયો, ઝવેરી ને થયું ,
છોકરો હવે બરાબર હીરા પરખતો થઇ ગયો છે ! એટલે છોકરા ને કહ્યું તારા ઘરે જે રત્નોની પોટલી પડી છે,
તેની કિંમત હવે કરજે,છોકરા એ ઘરે જઈને પોટલી તપાસી તો કાચના ટુકડા જ હતા, ખાત્રી થતા તેને,
કચરા પેટી માં ફેકી દીધા,
 
બોધ એટલોજ છે, કે સમજણ આવતા નકામું ફેકી દેતા વાર નથી લાગતી, તેમ સાચી સમજણ આવે ત્યારે ,
આ ભૌતિક સુખો ને પણ ફેકી દેતા શીખવું જોઈએ.