બોધ…………..

બોધ...૧
એક ગરીબ ખેડૂત હતો, અચાનક એને રાજા નો ભેટો થઇ ગયો ,
રાજા એ ખેડૂત ને પૂછ્યું કેટલા કમાય છે ? ખેડૂતે જવાબ આપ્યો , 
એક રૂપિયો ! તેના ચાર ભાગ પાડું છું, 
 
એક ભાગ ખાઉં છું,(હું અને મારી સ્ત્રી નું ભોજન)..... 
બીજો ભાગ ઉધારે આપુ છું, (પુત્રો ને પોષું છું)........ 
ત્રીજો ભાગ દેવા માં ચૂકવું છું, (માતા-પિતા માટે)... 
ચોથો ભાગ વ્યાજે મુકું છું, (દાન-પુણ્ય કરું છું ).....
 
રાજા એ ખુલાસો પૂછી રહસ્ય જાણી ખુશ થયો, અને સભામાં આ સવાલ પૂછ્યો, 
છેવટે તેઓ ખેડૂતને પૂછી ઇનામ આપી, જવાબ લાવ્યા.
 
બોધ....૨
સુકાતા સરોવર માંથી વિદાય લેતા હંસ અને હંસલી એ , મિત્ર દેડકાની રાજા માગી,
દેડકા ને એવી ગાઢ મિત્રતા થઇ ગઈ હતી, તેથી તેને સાથે લઇ જવા પ્રાર્થના કરી,
હંસે હા પાડી,અને સોટી ના બે છેડા બન્ને એ ચાંચ માં પકડી ,દેડકા ને વચ્ચે મો માં,
પકડાવી કહ્યું ,બોલીશ તો મરીશ,કહી ઉડ્યા, એક ગામના છોકરા આ જોઈ કહે,અલ્યા,
મૂર્ખ પડીશ તો મરીશ, તે સાંભળી ઉચે ઉડી ફૂલેલ દેડકો ,તમારો બાપ મૂર્ખ કહેવા જતા, 
પડીને મરી ગયો.
 
જીભ પર કાબુ રાખો..