દિલ ની દાસ્તાન ……૨

ચાહું છું હું તને, એ કેમ કહી શકુ ?
ચાહવા પછી ચુપ પણ કેમ રહી શકુ.
 
આવે ત્યારે દઈ નવ શકુ,અંતરે જે ભર્યું તે,
(જયારે) જાવે ત્યારે સહી નવ શકુ અંતરે જે રહ્યું તે.
 
દુનિયા કા હર ટુટા હુઆ હૃદય મેરા હૈ, આંસુ ઓ સે ભીગા હુઆ હર સ્વર મેરા હૈ,
દર્દ જહાં સર રખકર, સો જાયા કરતા હૈ,વો દરવાજા મેરા હૈ,વો ઘર મેરા હૈ,
 
વાટ જોતા મોતની જીવ્યા કર્યું , જિંદગી ને પામવા મરતો રહ્યો,
માછલી તરતી રહી, કહેતી રહી, કાચઘર માં અવતર્યા ની વેદના.
 
ના માગ વફાના બદલા ઓ , તકરાર ન કર એ આંખો થી,
બે ચાર સનમ ના સપના ઓ લઈને ચુપ ચાપ ચાલ્યો જા,
 
બે ચાર પ્રસંગો છે જે હું કહેતો ફરું છું,
ક્યાં છે, હવે મારી મને કથા સંપૂર્ણ યાદ.