તો માનવ.. બનવા કરવું.. શું ?

હે માણસ, તું માનવ ક્યારે બનીશ ? , જો તું માનવ બનીશ તો તારા માં માનવતા….
 
તો માનવ બનવા કરવું.. શું ?
 
આ થઇ દિલ ની વાત, માનવ બનવા ની ઈચ્છા માત્ર માણસ ને માનવ તરફ દોરી જાય છે,
પવન જયારે ઉપવન માંથી પસાર થાય ત્યારે તે અતિ મીઠો, મધુરબને ,અને ઉનાળા ના ધોમ તડકા માંથી પસાર થાય ત્યારે અતિ કઠોર લાગે. માનવ બનવાની ઈચ્છા પવન ને ઉપવન માંથી પસાર થવાની રજા આપે છે, ને માણસ, માનવ બની જાય છે, હવે માનવતા નું શું ? અરે ભાઈ એ તો માનવની સાથે જ રહેછે.
 
નહીતો, કઠોર કલેજું કાયમ ઉનાળા ના ધોમ માં તપતું રહે છે. કારણ તેને માનવતા થી નફરત છે , અણગમો છે, માનવ બનવાની ઈચ્છા તેને ક્યારે થતી નથી તેનો પવન હમેશા ધોમ તડકા માં થી પસાર થવા વિચારે છે , ક્યારેક ગંદી ગટર પર થી પણ પસાર થાય છે, પણ તેને ઉપવન ક્યારેય પસંદ નથી આવતો .ક્યારેય માફક નથીઆવતો.