જિંદગી નકામી ગઈ……

ઘણાં વર્ષો પહેલા ની આ વાત છે, જયારે સ્ટીમરો ની શરૂઆત થઇ નહોતી, ત્યારે કુશળ નાવિકો ઉતારું ઓ ને નાવ માં બેસાડી પેલે પાર પહોચાડતા હતા,
એક અંગ્રેજ નાવ માં બેસી હિન્દુસ્તાન તરફ આવી રહ્યો હતો,

નાવનો નાવિક ઘણો કુશળ અને વૃદ્ધ હતો, અંગ્રેજ પણ નાવિક ની ઉમર નો હતો ,એટલે બેઉ સરખે સરખા જેવા હતા,બન્ને વાતો ના તડાકા મારવા લાગ્યા,અંગ્રેજ ને તૂટીફૂટી હિન્દી અને ગુજરાતી ભાષા આવડતી હતી. અંગ્રેજ ઘણો વિદ્વાન હતો તેને ભૂગોળ,ખગોળ અને સાયન્સમાં તેની જીદગી પૂરી રીતે વિતાવી હતી,તેને પોતાની વિદ્યાનું અભિમાન હતું,તે એમ સમજતો, કે મારું જીવન સાર્થક છે. 

વાત માંથી વાત નીકળતા અંગ્રેજે પ્રશ્ન કર્યો , કેમ અલ્યા કંઈ ભૂગોળ બૂગોલ જાણે છે ? નાવિકે કહ્યું સાહેબ ભૂગોળ કોને કહેવાય તે મને ખબર નથી,અંગ્રેજે-કહ્યું ભૂગોળ કોને કહેવાય તેની તને ખબર નથી ? જા તારા પચ્ચીસ વરસ પાણી માં ગયાં.

અંગ્રેજે પોતે ભૂગોળ,ખગોળ અને સાયન્સમાં,પચ્ચીસ પચ્ચીસ વરસ કાઢ્યા હતા માટે જ તેને નાવિક ને આ પ્રમાણે કહ્યું, નાવિક મનમાં બબડ્યો : ઠીક ભાઈ મારા પચ્ચીસ વરસ પાણી માં.
 
અંગ્રેજે ફરી ને નાવિક ને પ્રશ્ન કર્યો: અલ્યા ! ખગોળ નું કંઈ જ્ઞાન છે ? નાવિક બોલ્યો ! સાહેબ ખગોળ મેં કોઈ દિવસ ખાધી જ નથી, એ કોઈ નવી વસ્તુ લાગે છે. અંગ્રેજ બોલ્યો અલ્યા બેવકૂફ ! ખગોળ કંઈ ખાવાની વસ્તુ નથી,ખગોળ એટલે આકાશ નું જ્ઞાન. ગ્રહો,નક્ષત્રો,તારાઓ વિગેરે એને ખગોળ વિદ્યા કહેવાય.
નાવિક બોલ્યો “હં..સમજ્યો, હુંતો એટલું જાણું છું, ઉત્તર દિશામાં ધ્રુવનો તારો હોય છે,તેના ઉપરથી ઉત્તર દિશાનો ખ્યાલ આવેછે,
 àª…ને અમે તેના આધારે નાવ ને હંકારીએ છીએ .
ત્યારે અંગ્રેજ ચિડાઈ ને બોલ્યો જા તારા બીજા પચ્ચીસ વરસ પાણી માં ગયાં, નાવિક ને ઘણું દુખ થયું,પણ સાહેબ આગળ શુ બોલે ? તે તો મૂગો મૂગો નાવ હંકારવા લાગ્યો,
 
ફરી પાછું અંગ્રેજે પૂછ્યું : સાયન્સ નો કંઈ અભ્યાસ કર્યો છે ?..સાહેબ સાયન્સ ફાયંસમાં અમે કંઈ ન સમજીએ અંગ્રેજ બોલ્યો સાયન્સ એટલે વિજ્ઞાન . એટલે નાવિક બોલ્યો ઠીક ઠીક થોડું ઘણું જાણું છું ,કે મન્છાસ અને પોટાશ ભેગા કરવાથી દારૂ થાય.અંગ્રેજ બોલી ઉઠ્યો અલ્યા તારા ત્રીજા પચ્ચીસ વરસ પાણી માં ગયાં.નાવિક ને મન માં ભારે દુખ થયું ,મનમાં ને મનમાં બબડ્યો આને તો મારી પૂરી જિંદગી પાણી માં નાખી દીધી, પણ આ અંગ્રેજ સામે બોલાય તેમ નહોતું.
અંગ્રેજે પોતાની જિંદગી સો વરસ ની નક્કી કરી હતી,તેમાંથી ૭૫ વરસ અભ્યાસ માં છેલ્લા પચ્ચીસ વરસ એક ગ્રંથ ની રચના કરવા માં ગાળવા ના હતા.અંગ્રેજ મનમાં મલકાતો હતો,તેના ઘમંડ નો પાર નહોતો,એવા માં સાગર માં તુફાન જામ્યું,દરિયા ના મોજા ઉછાળવા લાગ્યા, નાવ ઉંચી નીચી થવા લાગી,
ભય વધી ગયો, નાવિક કમ્મર કસી તૈયાર થયો. નાવિક ને ખાતરી થઇ ગઈ કે ‘ આ તુફાન માંથી પાર ઉતરવું અઘરું છે.’
નાવિકે અંગ્રેજ ને સાવધાન કર્યો:સાહેબ તૈયાર થઇ જાવ, નાવ તોફાને ચઢી છે. ‘અને  તેને ધીમે થી અંગ્રેજ ને પૂછ્યું : સાહેબ, તરતા બરતા આવડે છે ? તરવા ની કળા શીખ્યા છો? પડતું મુકો નહીતો મર્યા સમજો.
 
નાવિક નીવાત સાંભળી અંગ્રેજ ઢીલો ઢસ થઇ ગયો,એનું નૂર ઉતરી ગયું, તેને કહ્યું મને તરતાં નથી આવડતું.
નાવિક બોલ્યો શુ કહ્યું ? તમને તરતાં નથી આવડતું ? મારા તો ૭૫ વર્ષ પાણી માં ગયાં,પણ તમારી તો પૂરી જિંદગી પાણી માં જશે, કંઈ સમજાય છે?
અને નાવ ઊંધી વળી, નાવિક ચાલાક હતો એટલે લાકડા નું પાટિયું પકડી તરતાં તરતાં સામે પાર પહોચી ગયો,
જયારે અંગ્રેજ સદાય ને માટે પાણી માં ડૂબી ગયો.
 
આ લોક ની વિદ્યા માં ગમે તેટલી ડીગ્રીઓ મેળવો પણ સંસાર સાગર પાર કરવાની કળા ન શીખ્યા તો ?