ખુમારી એક સન્નારીની એક ક્ષત્રિય કન્યાની.

જામ રણજિત ! ક્રિકેટ જગત માં જેનું નામ અમર બની ગયું તે !
તેઓ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયાં ત્યારે સમય જતાં એક અંગ્રેજ કન્યા ના પ્રેમ માં પડ્યા, આ બાજુ વડીલોએ
ટીંબા ગામની ગોહિલ કન્યા સાથે રણજીતનું સગપણ નક્કી કરી દીધું હતું. કેટલાક વર્ષ વીત્યા બાદ રણજિત
જામનગરની ગાદી ઉપર આરૂઢ થયા,પેલું સગપણ તેમને ફોક કરવું હતું, એટલે કીમતી ઝવેતતના બોક્સ
(દાબડો) સાથે પોતાના અંગત માણસોને રણજિતે ટીંબા ગામ મોકલ્યા. ગોહિલ કન્યાને વેવિશાળ રદ કરવાની
સમજણ આપતાં તેની પાસે તે બોક્સ મુકી દેવામાં આવ્યું. અંગત માણસો એ જણાવ્યું બહેન ! આનાથી સંતોષ
માનજો અને રણજિત બાપુને ભૂલી જજો.
આ શબ્દો સાંભળતાં વાઘણ ની જેમ વિફરેલી તે ગોહિલ કન્યાએ આગ ભરી ભાષા માં કહ્યું,   મારા અંતરની
ઉર્મીઓને ઝબ્બે કરીને મારા આત્મસન્માન ને તમે આ રીતે ખરીદવા આવ્યા છો ? પણ તે નહિ બની શકે.
હમણાજ તમારી આ દોલતને લઈને ટીંબા નું આ પાદર છોડી જાઓ. ઝવેરાત ના બોક્સ થી  કોઈના
આત્મસન્માન ખરીદી શકતા નથી !  ટીંબાની આ કન્યા આજીવન કુંવારી રહેશે,  એટલો સંદેશ તમારા રાજાને
આપી દેજો.
ગોહિલ કન્યાનો સંદેશ જયારે રણજિતે પોતાના માણસો પાસે થી જાણ્યો, ત્યારે તેની છાતી પર સખત ચોટ લાગી.
તેના શબ્દો કાનમાં સતત ગુંજા કરતાં રહ્યા.તે શબ્દોએ રણજિત ના જીવનને ખુમારીથી ભરી દીધું.રણજિતે પણ
આજીવન અપરણિત રહેવાનું નક્કી કર્યું લીધું. તેમની અંગેજ પ્રેયસી કોઈ અંગેજ સાથે પરણી ગઈ , અને થોડા
વરસ માં વિધવા પણ થઇ ગઈ. રણજિત ઘણીવાર ઇંગ્લેન્ડ જતાં ! પણ પેલી વિધવા  પ્રેયસી મળવાનું આમંત્રણ
આપે તોયે તેની પાસે જતા ન હતા.
જામ-રણજિત ભારતના રજવાડાં ઓના પ્રમુખ પદે બિરાજમાન થયા. ઈ.સ ૧૯૩૩ માં દિલ્હી માં મળેલી રાજાઓની
પરિષદમાં હાજરી આપવા માટે ગયાં.તે વખતે ત્યાં વાઈસરોય વિલિંગ્ડેન ઉપસ્થિત હતાં,આ પરિષદમાં ભારત ના
રજવાડાંઓ અંગે અને સમવાયતંત્ર ની વિરુદ્ધ માં તૈયાર કરવામાં આવેલો શ્વેતપત્ર તેમને વાંચવોનો શરૂ કર્યો,
રણજિતની સત્યને કટુ ભાષામાં સુણાવી દેવાની રીત થી કેટલાક રાજાઓ પણ તેમના થી નારાજ હતાં તે શ્વેતપત્ર
માં અંગ્રજ સરકારની સખત ઝાટકણી કરવામાં આવી હતી એટલે તે સાંભળતાં વિલિંગ્ડેને ભાષણની અધવચ્ચે   
Sitdown Mr. Ranjit શબ્દો વડે બેસી જવાનો સંદેશ આપ્યો,આ અપમાન રણજિત ને અસહ્ય લાગ્યું, શ્વેતપત્રો ના
પેપર તેમને જમીન ફેકી દીધા.અને સભા છોડીને ચાલી ગયાં.બીજે દિવસે રાજવીગણના પ્રમુખ પદેથી તેમને
રાજીનામું આપ્યું.તેમની જગ્યાએ પતિયાલા ના મહારાજા ભુપેન્દ્રસિંહે વીસલાખનો નેકલેસ વિલિંગ્ડેનને ભેટ આપ્યો
બદલામાં તેમને પ્રમુખપદ મળી ગયું. આ બાજુ સખત આઘાતને કારણે રાજા રણજિતસિંહ ની તબિયત પર ગંભીર
અસર થઇ.સારવાર અર્થે તેઓ લંડન ગયાં. બ્રિટનના અખબારોએ રણજિત ની ખુબ હાંસી ઉડાવતા તેમને અભિમાની
તરીકે ચીતર્યા,કેટલાય દિવસો સુધી અખબારોએ તેમનો પીછો ન મુક્યો અને સારવારે તેઓ બ્રિટન આવ્યા તેની પણ
માહિતી અખબારોએ આપી, એ વાંચીને પેલી અંગ્રેજ પ્રેયસી રણજિત ને મળવા સેવોય હોટલ માં પહોચી.
પ્રેમથી અનેક વાતો કરતાં તે પ્રેયસીએ પૂછ્યું ઓ ડીઅર રણજિત ! બ્રિટનના સમ્રાટ ની સરકાર સામે તુ આટલો બધો
શા માટે આથડી પડ્યો ? અખબારોએ તારા પર કેવી ટીકાઓની ઝડી વરસાવી છે ?
રણજિતે કહ્યું, આ વાત તુ નહિ સમજી શકે. કેમકે તારા માં ભારતીયત્વ નથી,આત્મસન્માન તો કોઈપણ ભોગે હણાવા ન
દેવાય એ વાત ભારતની એક સન્નારી મારી પત્નીએ મને શીખવી છે. તારા પ્યારને પામવા મારીએ વાગ્દત્તા પત્નીને મેં
ઝવેરાત નું બોક્સ મોકલ્યું હતું ,  તેણીએ બોક્સ પરત કરતાં મને કહેડાવ્યું કે ઝવેરાત ના બોક્સ (દાબડા) થી કોઈના
આત્મસન્માન ખરીદી શકાતાં નથી.આ શબ્દો મારા કાન માં સતત સંભળાયા કરતાં હોય ત્યારે સત્તાની ખુરસી ખાતર કે
અંગ્રેજોની ખુશામત કરવા ખાતર મારા આત્મસન્માન ને વેચી ખાવાની કલ્પના પણ કરી શકતો નથી.પરંતુ એક ભારતીય
 નારી ના સ્વભાવમાં વણાયેલી વાત હું તને તર્કોથી પણ સમજાવી શકું તેમ નથી, ! તારા હૃદય માં ઠસાવી શકું તેમ નથી.
કેમ કે તુ ભારતીય નારી નથી.
અને….ત્યાર પછી એક વર્ષમાં બ્રિટીશો ના બૂટ ની એડી નીચે સતત વધુને વધુ કચડાતાં ભારતીય
રાજવીગણ ને જોતાં લાગેલા આઘાતમાં જ રણજિત મૃત્યુ પામ્યા.
તેમની વાગ્દત્તા..કન્યા એંસી વરસ ની વયે આજીવન અખંડ કૌમાર્ય પાળીને મૃત્યુ પામી.