GujaratiUncategorized

જ્ઞાન નો અપચો (અજીર્ણ )…..

રાજાનો માનીતો એ પંડિત ખુબજ વિધવાન હતો, રાજા ને નિત્ય નવા શ્લોક સંભળાવે,રાજા તરફથી ઇનામ અને સન્માન મળે,
નગર આખું સન્માન કરે,તેથી અભિમાને ચઢ્યો,તેને થયું મારા જેવો કોઈ પંડિત નહિ ,રાજા પણ મને સન્માન આપે, કોઈ મારી
સામે બોલી શકે નહિ.
 
પંડિતે નદી કાંઠે ફરતાં ફરતાં સાજે એક કાવ્ય બનાવ્યું..પહેલો મૂરખ ચાલે સાંજ..બીજો મૂરખ પરણે વાંઝ.. ત્રીજો મૂરખ કુદે કુવા..
ચોથો મૂરખ ખેલે જુવા.. આ રીતની પંક્તિ બોલતો હતો, ત્યાં એક ભરવાડ બકરી નું ટોળું ચરાવી ગામ તરફ જઈ રહ્યો હતો,તેમાં
બકરી નું એક બચ્યું જેનું નામ તેને કુડી… રાખ્યું હતું, પંડિત જયારે કાવ્ય બોલતો હતો ત્યારે ભરવાડ કુડી..ઈ..ઈ એ કુડી ઈ..ઈ
કહી બકરી ના બચ્યા ને બોલાવતો હતો પંડિતે સાંભળ્યું મારી કવિતા ને આ મુર્ખ કુડી (ખોટી) કહે છે, શુ સમજે છે ! તેના મનમાં !
ભરવાડ ને કહ્યું અલ્યા તે કુડી કેમ કહી ? ભરવાડ કહે એક વાર નહિ સત્તર વાર કુડી.
 
પંડિત ને ક્રોધ આવ્યો,બીજા દિવસે રાજા ને આ કવિતા સંભળાવી અર્થ કહ્યો રાજા એ ખુશ થઇ ઇનામ દેતાં પંડિતે ઇનામ લેવાનો
ઇનકાર કર્યો અને પહેલા પેલા મુર્ખ ભરવાડ ને સજા કરો જેને મારી કવિતા ને કુડી(ખોટી) કહી છે અને મારું અપમાન કર્યું છે.
રાજા એ ભરવાડ ને બોલાવ્યો અને પૂછ્યું તો ભરવાડે કહ્યું એક વાર નહિ સત્તર વાર ! એમાં નવાઈ શી ?
                  
                          ભરવાડ નું પૂન્ય વધતું હતું ,અને પંડિત નું ગર્વ ને કારણે ઘટતું હતું.
 
રાજા એ ભરવાડ ને આ કવિતા નો અર્થ સમજાવવા કહ્યું,પૂન્ય યોગે ભરવાડ બોલ્યો.. કામ પડે તબ ચાલે સાંજ,
કુવારી કન્યા ને કોણ કહે વાંઝ,માર પડે તબ કુદે કુવા…પૈસા હોય.. તો ખેલે.. જુવા.
રાજા કહે અર્થ બરાબર છે,ખુશ થઇ ને પંડિત ની જગ્યા એ ભરવાડ ને બેસાડ્યો.
 
પંડિત નું અભિમાન ઓગળી ગયું.