સિકંદર…..

એક વખત સિકંદરે તુર્ક પર ચઢાઈ કરવાનો વિચાર કરી, ત્યાના રાજા ને શરણે આવવાનું કહ્યું,

નહીતો યુદ્ધ માટે તૈયાર થવા સૂચવ્યું . તુર્ક ના રાજા એ વિચાર્યું કે આ રીતે લડાઈ થી હજારો

નિર્દોષ લોકો માર્યા જશે તેથી સંધી કરી શરણાગતિ સ્વીકારી,અને પછી સિકંદર અને તેના સાથી

અંગરક્ષકોને બડે ઠાઠ થી નગર પ્રવેશ કરાવ્યો . ત્યાર બાદ મહેલ માં ભોજન સમારંભ યોજાયો,

સર્વે પોતપોતાના સ્થાન પર ભોજન કરવા બેઠા થાળી માં એક પછી એક વાનગીઓ માં હીરા -મોતી

માણેક આદિ ઝવેરાત પીરસવામાં આવ્યું. સિકંદર આ બધું જોઈ એકદમ ગુસ્સે થઇ બોલ્યો આ બધો

શુ તમાશો છે, ત્યારે તુર્ક ના રાજા એ કહ્યું માફ કરજો ! જે તૃષ્ણા ની ભૂખ થી તમે અહી આવ્યા છો તે જ

પીરસ્યું છે.પેટ નું ભોજન તો આપને ત્યાં પણ ઘણું છે,તે માટે આપ આટલે દુર સુધી ન આવો.

સિકંદર આ સાંભળી શરમિંદો થઇ ગયો અને રાજ પરત કરી રવાના થયો.