શિવ ભક્ત ભીલ …..

શિવજી નો પરમ ભક્ત આ ભીલ ઘરે થી નીકળે ત્યારે મોઢા માં, પાણી ભરી ને સીધો શિવ મંદિરમાં જતો,અને મોઢામાં રહેલા પાણી,
નો કોગળો સીધો શિવજી ઉપર મારતો, દરરોજ આ રીતે શિવજીની, ભક્તિ કરે ને પછી તેના ખેસ થી, શિવજી ને પોછી ને પોતાની 
ડાકુગીરી નો ધંધો ચાલુ કરતો.
 
લોકો આ જોઈ ને ભીલને નફરત થી જોતા,એક તો ચોરી ચપાટી નો ધંધો કરે ને પાછો શિવજી પર કોગળા કરે,આના કરતાં મંદિરે ન આવે
તો સારું એમ જાતજાત ની વાતો લોકો તેની પાછળ કરતાં,એક વખતે જયારે તે ઘરે થી નીકળી ને મંદિર માં જાય છે ત્યારે ,
શિવજી ની બે આંખ માંથી એક આંખ ચોરાઇ ગઈ હતી. આ જોઈ ને ભીલ રાતો પીળો થઇ ગયો મારા શિવજીની, એક આંખ કોણે ચોરી ?
અતંત્ય ખેદ પામેલા ભીલે પોતાની પાસે રહેલ ભાલાથી પોતાની એક.આંખ કાઢીને શિવજી ને આપી દીધી.કોગળા ધ્વારા ભક્તિ કરનાર
ભીલ ની ગજબનાક ભક્તિ થી પ્રસન્ન થઇ ને, શિવજી એ ભીલ ને આંખ અને રાજ્ય આપ્યું.

  àª†àª¨à«‡ કહેવાય સાચી ભક્તિ …..