શિલ્પી નું રહસ્ય……..

એક શિલ્પી એને એક સાવ સામાન્ય પથ્થરમાંથી,એવી અસામાન્ય પ્રતિમા તૈયાર કરી કે એક વાર તો નાસ્તિકને
પણ નમવાનું દિલ થઇ જાય.એ પ્રતિમા ને નમન કરી સહુ એના સર્જક શિલ્પી પર આફરીન થઇ જતા.
 
એ પ્રભુ પ્રતિમાની આબેહુબતાંથી મુગ્ધ થઇ ગયેલ એક મહાનુભાવ તો શિલ્પીના ઘરે અભિનંદન આપવા
દોડી જઈને બોલ્યા કે ” તમે તો આ અદ્દભુત પ્રભુ પ્રતિમાનું સર્જન કરીને સાચેજ કમાલ કરી છે !
જેટલા અભિનંદન તમને આપીએ તેટલા ઓછા છે !! ”

 

‘ ઓહ ! પરંતુ એ પ્રતિમા નું સર્જન મેં નથી કર્યું ‘ શિલ્પીએ રહસ્યવાણી ઉચ્ચારતાં કહ્યું.
‘ હે ? ન હોય. આખી આલમ એ પ્રતિમાના સર્જક રૂપે તમારું જ નામ લે છે ! મહાનુભાવે કહ્યું .
 
શિલ્પી કહે છે, મહાનુભાવ ! એ વાત બરાબર, કિન્તુ એમાં સમજની ખામી છે.હકીકત એ છે કે પ્રતિમા તો
પહેલેથી જ એ પથ્થર માં છુપાયેલી હતી.મેં ફક્ત એ પથ્થરના નકામા અંશો દુર કરી દઈને છુપાયેલી
પ્રતિમાનું પ્રાગટ્ય જ કર્યું છે.ટાંકણાં ના ઘા ઝીલવાની તૈયારી પથ્થરે રાખી એટલે નિરર્થક ભાગો દુર થઇ
ગયા અને પ્રતિમા સરસ રીતે એમાંથી જ ઉપસી આવી ! શિલ્પીએ રહસ્ય રજુ કર્યું………
 
પેલી વ્યક્તિ તો મુગ્ધ થઇ ગઈ શિલ્પીના કથન પર……………..
 
આપણે પણ સ્વભાવમાં રહેલા નિરર્થક દોષો દુર કરીએ તો………..