માછણો અને માળી ….

માછલા ના ટોપલા લઇ ને જતી માછણો ને ધોધ માર વરસાદ ને કારણે હેરાન થતી જોઈ,

એક માળી એ આશરો આપી, ટોપલા બહાર મુકાવી બાજુ નો એક રૂમ સુવા માટે આપ્યો,

બધી માછણો મધરાતે બહાર નીકળી ગઈ.

જાગી ને માળી એ પૂછ્યું ! કેમ ઉંઘ ન આવી ? તો કહે ભાઈ ક્યાંથી આવે ? તમારો ઓરડો
ખૂબ ગંધાય છે, માળી સમજી ગયો કે સદાય માછલા ની દુર્ગંધ માં રહેતી માછણો ને

બગીચા ના ફૂલો ની સુગંધ અસહ્ય થઇ પડી છે.