ભલાઈની ભવ્યતા….

એક પર્વત પર નાનકડું એક ગામ વસ્યું હતું,પર્વત ની તળેટીમાં જે જમીન હતી,
તે ખેતીને લાયક હોવાથી તે ગામના લોકો તળેટીમાં ખેતી કરતાં હતા,પર્વતની
ચારે બાજુ દરિયો હતો.ખેતીના સમયે આખું ગામ ખાલી થઇ જાય.બાઈઓ અને
છોકરાઓ પણ દાડિયાનું કામ કરવા માટે ખેતરોમાં ચાલ્યા જાય.એક દિવસની
વાત છે ગામના એક ભાભાને તાવ આવ્યો હોવાથી તેઓ ગામમાં જ રોકાયા હતા.
છેલ્લા પચાસ- સો વર્ષ માં ન બની હોય તેવી ઘટના બની ગઈ, પર્વતની ચારે
બાજુનો દરિયો એકદમ વીફર્યો.
 
ખુબ દુરદુર નજર કરતાં તેનું આવી રહેલું ભયાનક તોફાન ભાભાની નજરમાંથી
છટકી ન શક્યું.માત્ર દસ પંદર મિનીટમાં દરિયાના મોજાં તળેટીના તમામ ખેતરો
પર ફરી વળનારાં હતાં.ભાભા બૂમ પાડેતો કાંઈ તળેટી સુધી કોઈને સંભળાય તેમ
ન હતું.ભાભા મુંઝાઈ ગયાં. શી રીતે બધાને પર્વત પર આવી જવા માટે જણાવવું ?
એકએક તેમને વિચાર આવ્યો. પોતાનું ઝુંપડું પર્વતની ધાર ઉપર હતું. તેને તરત
આગ લગાવી સળગાવી દીધું.એકજ મીનીટમાં આગના ભડકા આકાશમાં ફેલાઈ
ગયાં.તળેટી નાં ખેતરોમાં કામ કરતાં લોકોની નજરે આ આગ તરત જ આવી ગઈ.
સહુએ બુમો પાડી, ‘ દોડો ! દોડો ભાભાનાં ઝુંપડા ને આગ લાગી છે.
 
નાના મોટા તમામ પર્વત પર ચઢવા લાગ્યા.પર્વત ઉપર પહોચતા જ સાગરના
તોફાની મોજાઓએ તળેટીના તમામ ખેતરોને પોતાના માં ગરકાવ કરી દીધા !
તમામ લોકો બચી ગયાનો આનંદ ભાભાના હૈયે સમાતો ન હતો. સાચી વાતની
જાણ થતાં લોકો કૃતજ્ઞતાના ભારે ભાવથી ભાભાના ચરણો ચૂમતાં હતાં.બધાંએ
સાથે મળીને ભાભાનું નવું ઘર બનાવી દીધું.