બુધ્ધિ………

અકબર બાદશાહ ની સભા માં એક સોદાગર ઘોડા વેચવા આવ્યો,
બાદશાહે સોદો કરી એક લાખ એડવાન્સ આપ્યા,ત્યારે બીરબલ,
નીચે બેસી કંઈક લખી રહ્યો હતો,
 
બીજે દિવસ બાદશાહે પૂછ્યું તુ નીચે બેસી ને શુ લખતો હતો ?
બીરબલે કહ્યું મુર્ખાઓ ની યાદી બનાવતો હતો ! બાદશાહે યાદી વાચતાં,
પહેલું નામ તેમનું પોતાનું જોઈ નવાઈ પામ્યા,કારણ પૂછતાં બીરબલે કહ્યું,
એક લાખ તમે વગર ઓળખાણે આપી દીધા તેથી,
 
રાજા ને પોતાની ભૂલ સમજાઇ,પણ પાછું પૂછ્યું કે સોદાગર ઘોડા લાવશે તો ?
બીરબલે કહ્યું કે આપ નામદાર નું નામ ચેકી ને સોદાગર નું લખીશ,
જેથી મુર્ખાઓ ની સંખ્યા સરખીજ રહેશે.