પૈસાદાર ને નમન નહિ પૈસા ને નમન…..

એક ગધેડો રસ્તા પર થી પસાર થઇ રહ્યો હતો,તેની સામે જોઈ લોકો બે હાથ જોડી નમન કરી રહ્યા હતા,

ગધેડો તો ફૂલી ને ફાળકો થઇ રહ્યો હતો, ત્યાં સામે બીજો ગધેડો આવ્યો તેને પેલા ગધેડા ને પૂછ્યું કેમ હસે છે,
 
તો કહે તે જોયું ? લોકો મને નમન કરે છે ! સામે થી આવતો ગધેડો બોલ્યો પાગલ તને નહિ તારી ઉપર
 
ભગવાન ની મૂર્તિ છે તેને નમન કરે છે.
 
પૈસા વાળા ની પણ આજ સ્થિતિ છે તેઓ સમજે લોકો અમને બહુમાન આપે છે હકીકત માં તેમના પૈસા નું
 
બહુમાન થાય છે.