પત્રકાર કર્વે…..

થોડા વરસ પહેલા કર્વે નામના મોટા પત્રકાર થઇ ગયા,તેમને સો વરસ પુરા થયા ત્યારે તેમની જન્મ શતાબ્દી ઉજવાઈ,
એ વખતે કેટલાક પત્રકરો ભેગા થયા,ત્યારે એક પત્રકારે સવાલ કર્યો કે ‘કર્વે ‘ સાહેબ ! આપણી સો વર્ષ ની પુર્ણાહુતી ,
પાછળ કયું રહસ્ય પડ્યું છે.?
કર્વે સાહેબે જવાબ આપતા કહ્યું, જુઓ પત્રકારો ! તમારા સૌના મનમાં હશે કે હું હરરોજ ત્રણ ચાર કિલોમીટર ચાલતો હોઈશ,
એટલે સો વરસ નો થયો હોઈશ, કોઈના મનમાં એમ હશે કે રોજ ફળો ને જ્યુસ લેતો હોઈશ ,વળી કોઈને મન માં એમ થતું હશે,
કે મારું જીવન નિયમિત હશે, એટલે હું સો વરસ નો થયો હોઈશ ! પણ હકીકત સાવ જુદી જ છે.                                                            
 
મારા દીર્ધ જીવન નું રહસ્ય, મારા જીવન માં બનેલો એક પ્રસંગ છે, ત્યારે હું ચાલીસ વરસ નો હતો, અમારા ત્યાં વાસણ માંજવા,
એક બાઈ કામ કરતી હતી, ઉંમરથી તે પ્રૌઢ હતી, એક રાત્રીએ અચાનક એ અમારા ઘર માં આવી, અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી,
મેં એને સમજાવી શાંત કરી,અને રડવા નું કારણ પૂછ્યું,પછી એને જણાવ્યું કે સાહેબ મારા અઢાર વરસ ના એક àª¨àª¾àªàª• છોકરા ને ,
આજે એક્શિડેંટ થયો છે તેને તત્કાલ સારવાર ની જરૂર છે, હું ડોક્ટર ને હમણા ને હમણા બસો રૂપિયા નહિ પહોચાડું તો ડોક્ટર,
તેની સારવાર નહિ કરે,અને… મારા છોકરાનો પ્રાણ ચાલી જશે,સાહેબ ! કોઈ પણ ઉપાય કરી મારા છોકરા ને બચાવો સાહેબ,
એ બાઈ ની વાત સાંભળી હું ખરેખર પીગળી ગયો, અને મેં કબાટ માંથી ૨૦૦ રૂપિયા કાઢી ને તે બાઈના હાથ માં મૂકી દીધા,
 
પૈસા જોઈ ને એ હર્ષના આવેશ માં આવી ગઈ અને હું એનો શેઠ છું એ વાત પણ તે ભૂલી ગઈ,અને આનંદ ના આવેશ માં,
આવી જઈને માતૃવત્સલ હૃદયથી એ પ્રૌઢા ના અંતરમાંથી ઉદગારો નીકળી પડ્યા ; ‘બેટા સો વરસ નો થજે.’
પત્રકારો તમે કદાચ નહિ માનો પણ એ પ્રૌઢા ના અંતરના આશિષ થીજ હું આજે સો વરસ નો થયો છું.
 
મારા સો વરસ ના દીર્ધ જીવન નું આ જ રહસ્ય છે ……