ચોરી ને ચાલાકી…..

બાવો ને ચેલો રસ્તે જતા હતા ,વચમાં શેરડી નું ખેતર આવ્યું,
ગુરુ બહાર રહ્યો અને ચેલા ને અંદર શેરડી ચોરવા મોકલ્યો,
તેવા માં તો ખેતર નો માલિક આવ્યો, હવે શુ થશે ?
 
ખેતરનો માલિક બિચારો ભોળો ભલો હતો,બાવા ને પગે લાગ્યો.
બાવો તો સમજી ગયો,કે આને મારા પર કોઈ શક નથી એટલે,
ઉપદેશ આપવા લાગ્યો,
 
બહાર માલિક ને ઉપદેશ અને ચેલા ને ચેતવણી !
 
સંત પકડલો...સંત પકડલો આયે ગર્ભાધારી,
મોટા હોય તો છોટા કરલો, કરલો ગુપ્તાચારી..
ચરમદાસ કી માર પડેગી પૂજા હોશે તારી,
અંદર પૂજા તારી હોશે,બહાર હોશે મારી.
રામ નામ કો જપકે પ્યારે, ટપ જા પરલે ક્યારી,
 
બાવો ખેતર ના માલિક ને કહે છે, લાંબા ભવો ને ઇન્દ્રિયો ને વશ કરી,
ટૂંકા કર નહીતર ગર્ભાવાસ વધશે,નરકમાં જઈશ ને યમનો માર પડશે.
માટે પ્રભુ નું નામ લઇ સંસાર તરી જા ! ખેડૂત ખુશ થયો !
 
ચેલા ને સૂચવ્યું ! રસ્તો પકડ આ માલિક આવ્યો છે મોટા સાઠા ને નાના 
કરીદે, ને ક્યારી ટપી ને ભાગીજા નહીતો અંદર તારી ને બહાર મારી જૂતા 
થી પૂજા થશે.