કોના બોધ ની અસર થાય…?

કહેવાય છે કે કોઈ એક રાજા ને વ્યાસજી ભાગવત સંભળાવતા હતાં,
તેમ કરતા એક દિવસ વ્યાસજી એ રાજા ને કહ્યું કે જન મે જય ને,
શુક્રદેવે આઠ દિવસ ભાગવત સંભળાવ્યું ને જન મે જયનું કલ્યાણ 
થઇ ગયું.
 
રાજા એ વ્યાસજી ને પ્રશ્ન કર્યો ! મહિના થી હું તમારી પાસે ભાગવત
સાંભળુ છું, છતાં મારું કલ્યાણ કેમ થતું નથી ?
 
વિચારી ને જવાબ દેવાનું કહી વ્યાસજી ઘરે ગયા,દીકરા ને સઘરી,
વાત કરી,દીકરા એ જવાબ શોધી કાઢ્યો અને વળતે દિવસે તે ,
વ્યાસજી ની સાથે રાજ્ય સભામાં ગયો.
 
રાજા એ જવાબ માંગ્યો ત્યારે દીકરા એ વ્યાસજી અને રાજાને અલગ 
અલગ થાંભલા સાથે બાંધી દીધા, ત્યાર પછી એને રાજા ને પૂછ્યું !
મારા પિતાજી અત્યારે તમને છોડાવી શકે ખરા ?
રાજા એ કહ્યું તારા બાપા અત્યારે બંધન માં પડેલા છે, એ શી રીતે મને
છોડાવી શકે ?
 
દીકરા એ કહ્યું બસ ....એજ તમારા સવાલ નો જવાબ છે.
વ્યાસજી ભલે ને વર્ષો સુધી ભાગવત સંભળાવે તોયે તમને શુક્રદેવજી 
ની જેમ છોડાવી શકે તેમ નથી,કારણ કે તેઓ સ્વયં જ સંસાર ના બંધન 
માં ફસાયેલા છે.