કેવો અવિશ્વાસુ સંસાર !

 

અખા ભગતનું નામ સહુ કોઈ જાણે છે,તેના છપ્પા ખુબ પ્રચલિત છે.જાતનો સોની. લોકોને ઘાટ ઘડામણ કરી આપે
અને એકદમ વ્યાજબી મજુરી લેતો.
 
એને કોઈ બહેન નહોતી એટલે કોઈ એક બહેનને પોતાની બહેન તરીકે ગણી, સગા ભાઈ કરતાંય સારો વ્યવહાર આ બહેન
સાથે તે રાખતો. મધરાતે પણ તેના સંકટમાં મદદગાર બનવા તે તૈયાર હતો.
 
આ બહેને એક વાર થોડુંક સોનું આપ્યું. અખાએ તેના સુચન મુજબ દાગીનો બનાવી આપ્યો.પોતાની માનેલી એ બહેન
હતી એટલે વિશેષ ભાવથી તે દાગીનો તેને તૈયાર કરી આપ્યો અને લોકો કરતાં બે પૈસા ઓછા પણ લીધા.એટલુ જ
નહી,પોતાની થોડીક રકમ ઉમેરીને તે દાગીનો તેને બનાવ્યો.
 
કમનસીબે તે બહેનના સ્વજનોએ બેનને ભડકાવી, તેમણે કીધુકે, સોની ચોરી કર્યાં વિના કદી રહેજ નહિ, એતો સગી
બહેન નેય ન છોડે.આથી બહેને બીજા સોની પાસે જઈ તેનો દાગીનો ચીરો મારી ચકાસણી કરાવી.તે સોનીએ કહ્યું
કે તેમાં કશી જ ગરબડ કરાઈ નથી; ઉલટું અખાએ તેમાં પોતાની રકમ લગાવી છે.
 
વળતે દિ’ સહજ રીતે બહેન અખા પાસે ગઈ, પણ તે દાગીનામાં ચીરો મુક્યો હોવાથી તેને તે દાગીનો પહેર્યો ન હતો.
અખાની આંખેથી આમુદ્દો છટકી શક્યો નહિ.તેને સઘળી જાતની માહિતી મેળવી, તેને ખુબ આઘાત લાગી ગયો.
અખાને સમગ્ર સમાજ પર ધિક્કાર વછૂટી ગયો.
 
તેણે સંસારનો ત્યાગ કર્યો. જે આક્રોશ તેના હૈયે પેદા થયો હતો. તેમાંથી જ તેણે છપ્પા બનાવીને લોકોના બરડે
ફટકાર્યા. ખાસ કરીને ધર્મી કહેડાવતા વર્ગ ઉપર વિશેષ ટીકાઓ કરી.