કાર્યકર..ને…પ્રધાન

એક ગાંધીવાદી કાર્યકર સવાર સવાર માં ગાંધીજી ની પ્રતિમા પાસે થી પસાર થતો હતો ,

ત્યાં એને ગાંધીજી ને ડુસકા લેતા જોયા.એને પૂછ્યું બાપુ આપ કેમ રડો છો ? બાપુ એ કહ્યું

રડું નહિ તો શુ કરું ? તમે ઠેર ઠેર મારા પુતળા ઉભા કરી દીધા,પણ હું તો ઉભો ઉભો થાકી

ગયો છું.શિવાજી ને બેસવા ઘોડો આપ્યો અને મને લાકડી પકડાવી ને ઉભો કરી દીધો ?

પેલા કાર્યકરે ઘટતું કરવાની ખાતરી આપી.

બીજા દિવસે એ એક પ્રધાન ને લઇ ને ગાંધીજી ની પ્રતિમા પાસે પહોચ્યો,પણ ત્યાં તો ગાંધીજી

લાકડી પછડાતાં કહ્યું ; અલ્યા મૂરખ ! મેં તને ઘોડો લઈને આવવાનું કહ્યું હતું આ ગધેડો શુ કામ

ઉપાડી લાવ્યો.