આ તે માનવ કે દેવ….?

એ હતા ભાવનગરના પ્રખ્યાત દીવાન પ્રભાશંકર પટણી.
એક વાર તેઓ બહારગામ ગયા,બરાબર એ સમયે એમના ઘરમાં ચોરી થઇ,પ્રભાશંકરના ધર્મપત્ની એ પોલીસ ચોકીમાં ફરિયાદ નોધાવી, સ્ટેટના દીવાનના ઘરે ચોરી થાય પછી પોલીસ આળસ કરે ? તરત જ પોલીસ તપાસ ચાલુ થઇ.
 
પૂછપરછ કરતા પોલીસને એક જુના નોકર પર શંકા થઇ.એની ધરપકડ કરવામાં આવી,એ દરમ્યાન પ્રભાશંકર બહારગામથી આવી ગયા હતા.એમને સમાચાર મળ્યા.પોતાના નોકરની થયેલી ઘરપક્કડથી તેઓ વ્યથિત બની ગયાં હતા.વર્ષો જુના નોકર પર ચોરીનો આરોપ આવે એ વાતે એમને ગમગીન બનાવી દીધા.
 
થોડીવારમાં નોકરની પત્ની આવી,પોતાનો ખોળો પાથરીને એણે દર્દ ભર્યા સ્વરે વિનંતી કરી….” બાપુ ! મારા પતિને બચાવી લ્યો ” પટણી સાહેબે એને આશ્વાસન આપીને ઘરે મોકલી.
 
આ બાજુ એમણે એક ચિઠ્ઠી પોલીસ અધિકારીને મોકલી એમાં લખ્યું હતું… નોકરને છોડી દો.પોલીસ વિચારમાં પડી ગઈ, જે માણસ સો ટકા ચોર છે,છતાં એણે છોડી દેવાની વાત ! પણ આતો ભાવનગર સ્ટેટના દીવાન એમના ઓર્ડર આગળ આપને શુ વિચારવાનું ? પોલીસે નોકરને છોડી દીધો.
 
પોલીસ અધિકારી પટની સાહેબને મળવા આવ્યા.પટણીએ કહ્યું : જુઓ,દાગીના કરતા પણ માણસ વધુ કિંમતી છે.દાગીના નહિ મળે તો ચાલશે પણ વર્ષો જુના નોકરને પકડવો નથી.
 
 
પોલીસ અધિકારી કહે : જેવી આપણી મરજી.બાકી મારું તો સો ટકા અનુમાન છે કે નોકર જ ચોર છે, અને તમે કહો તો બે/ત્રણ દિવસમાં જ હું તેની પાસેથી કબુલાત કરાવી આપું.
 
પટની સાહેબે કહ્યું: ના ના એવું કશું જ નથી કરવું.હુ જ ફરિયાદ પાછી ખેચું છું,એટલે તપાસ કરવાની તમારી જવાબદારી પૂરી થાય.
 
નોકર છૂટીને ઘરે ગયો,અને એને સમાચાર મળ્યા કે દીવાન સાહેબે તેને છોડાવ્યો છે. આ સમાચાર સાંભળતાં જ તે ગદગદ બની ગયો,એને થયું : હું ભલે નમકહરામ થયો પણ મારે મારા શેઠનો આભાર માનવો જ જોઈએ.આભાર માનવા એ જયારે પાતાની સાહેબના ઘરે પહોચ્યો ત્યારે ત્યાં પોલીસ આગળ પોતાનો બચાવ કરતા પટની સાહેબને એને સાંભળ્યા.અને પોતાની અધમતા બદલ તેનું માથું ઝુકી ગયું.પોલીસના ગયા પછી પટની સાહેબના પગમાં પડી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.
 
પટની સાહેબે એને ઉભો કરતા કહ્યું : જો ભાઈ ! જયારે આ ઘટના ઘટી ત્યારે હું ઘરમાં નહતો.અને મારા ઘરવાળાએ ફરિયાદ નોધાવી દીધી.પોલીસવાળાએ તને તકલીફ આપી હશે.આ સંભાળીને નોકર તો પોકેપોકે રડવા લાગ્યો.એને કહ્યું :શેઠસાહેબ મેં જ ચોરી કરી છે,હું આપનો ગુનેગાર છું,તમે મને પોલીસ પાસે પકડાવી દો.
 
પટની સાહેબે કહ્યું : જો ભાઈ માણસ માત્ર ભૂલને પાત્ર.તારી ભૂલ થઇ ગઈ હશે.પણ આર્થિક સંકડામણ ને કારણે તારે આ પગલું ભરવું પડ્યું હશે,તે છતાં મારો નોકર ભૂલ કરે તેમાં મારો પણ વાંક ખારોજ.લે આ ૧૦૦ રૂપિયા.તારી જરૂર પ્રમાણે ખર્ચ કરજે,અને હવે જયારે તકલીફ પડે ત્યારે મને કહેજે ,જેથી તારે આવું ખોટું પગલું ભરવું ન પડે.નોકરને થયું આ તે માનવ છે કે દેવ ? એ આ દિવ્ય પુરુષની વાત સાંભળી છ્ક થઇ ગયો.
 
आसमान का खुदा कोई भी हो, मेरी धरती का खुदा इंसान है !