અનોખો રંગ ફૂલોનો …..૬

અનોખો રંગ ફૂલોનો…….
 
ભરોસો ન કર જે કદી ફૂલોનો તુ, ફૂલોતો ચુંટાઈ ને ચાલ્યા જવાના,
ચમન ને વફાદાર કંટક રહેશે, ચમન ને કદી પણ નથી છોડવાના,
 
જ્યાં લગી કાંટો,સુમન નો કર માં ભોકાતો નથી,
બાગ નો સાચો પરિચય, ત્યાં લગી થતો નથી.
 
બૂરાઓ ને અસર કરતી નથી સોબત ભલાઓ ની,
ફૂલો નો રંગ કાંટાઓ ને, કદી લાગી નથી શકતો ,
 
પુષ્પ થઇ ને બાગ માં રહેવાની ઈચ્છા હોય તો,
કંટકો માં ફાવવાનો કીમિયો અજમાવજો.
 
સુમન ની જવાની સલામત ન રહેતે,બની જાત વેરાન બાગો ની દુનિયા,
ન રોકાત પંજાઓ જાલીમે જગતના,જો કાંટા નો મક્કમ સહારો ન હોતે.
 
થોડાક ફૂલ અમને મળ્યા હતા, પ્રવાસ માં,
કહે છે હતા એ મારી કથાની (અંતિમ) તલાશ માં……..
 
The life which seems so fair,
is like a bubble blown up in the air……આ સુંદર અને સુખી જીવન,હવા માં ઉડતા પરપોટા જેવું ચંચળ છે, અસ્થિર છે.
 
You fragrant flowers !
then teach me that my breath,
like yours may sweeten,
and perform my death……….ઓ  ખુશ્બૂ વેરતા ફૂલો ! તમે મને આટલું  શીખવાડી દો કે તમારી ખુશ્બૂ ની  àªœà«‡àª® મારા છેલ્લા શ્વાસ પણ મૃત્યુ ની વેળા એ સુવાસ અને મીઠાસ થી ધમધમી ઉઠે…..