સંપત્તિ કે સદબુદ્ધિ……..

માનવ જીવનમાં ધર્મ નો પવિત્ર પ્રકાશ પ્રગટે છે ત્યારે એને એમ લાગે છે કે હું ખરેખર જીવન જીવી રહ્યો છું.
એવા માનવ ના જીવન માં મધુરતા હોય,હૃદય માં નમ્રતા હોય,વિચારો માં પવિત્રતા હોય,અને વર્તન માં
સદાચાર હોય….પરંતુ આ બધી વસ્તુઓ સંપત્તિ ધ્વારા જીવન માં નથી આવતી,પણ સદબુદ્ધિ ધ્વારા આવે છે.
 
મહાભારત નો એક પ્રેરક પ્રસંગ છે,પાંડવો અને કૌરવો શ્રી કૃષ્ણ ની સહાય માંગે છે ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું “જુઓ
એક બાજુ મારી આખી સેના છે અને બીજી બાજુ હું એકલો છું અને હું એકલો આવું પણ લડાઈ નહિ કરું.બેમાંથી
જેને જે પસંદ હોય તે વિચારી લો,મારે મન તો બેઉ સરખા છે,કારણ કે તમો બધાય એકજ બીજ ના ફૂલ છો “
 
કૌરવોએ વિચાર કર્યો….અહોહો…કેટલો બધો વૈભવ છે ! અને કેટલી મોટી કૃષ્ણ ની સેના ! આ બધું આપણ ને
મળતું હોય તો એક ખાલી કૃષ્ણ નું શુ કામ છે ? આથી કૌરવોએ હાથી ઘોડા અને સૈન્ય માગ્યું જે કૃષ્ણ મહારાજા
એ કબુલ કર્યું.
 
યુધિષ્ઠિરે કહ્યું અમારે કંઈ ના જોઈએ તમેજ એક બસ છો,એક જો તમે હશો તો શૂન્ય માંથી સર્જન થશે,અને તમે
નહિ હોવ તો સારું સર્જન શૂન્ય થઇ જશે કે વિસર્જન થઇ જશે.
 
આ માંગણી માં દિવ્યતા ના દર્શન છે, કૃષ્ણ એટલે શુ ? અને હાથી ઘોડા-સૈન્ય એટલે શુ ? કૃષ્ણ એટલે સુબુદ્ધિ
અને હાથી ઘોડા સૈન્ય એટલે સંપત્તિ. જીવન ના રથ ને દોરનારો સારથિ જો સુબુદ્ધિ નહિ હોય તો સમજી લેજો
કે આ જીવન નો રથ ક્યાંયક અથડાઈ પડવાનો, સમરાંગણ માં અર્જુન જો સફળતા મેળવી શક્યો હોય તો
એની બાણાવળી કુશળતા કે ગાંડીવ ના પરાક્રમ ને લીધે નહિ,પણ એક કુશળ સારથિ ના લીધે.જીવન સંગ્રામમાં
જેના પાસે સારથિ શ્રીકૃષ્ણ છે એ આત્મરૂપ અર્જુન ને વિજય મળેજ.આ સુબુદ્ધિ હોય એ જ માણસ પુણ્યવાન કે
ભાગ્યવાન હોય છે, અને એ બુદ્ધિ ના જોરે (બળે) સંસાર ની સંપત્તિ ને પોતાની પાસે ખેચી શકે છે…..અરે વગર
બોલાવ્યે એ સંપત્તિ એના ચરણો માં ઝુકે છે.
 
એક બુધ્ધિમાન રાજા હતો,એને ત્યાં એક સંપત્તિવાન રાજા મહેમાન બન્યો..આ મહેમાન રાજાનો વૈભવ અને
વિસ્તાર વિપુલ પ્રમાણ માં હતો આ રાજા એ બુદ્ધિમાન રાજાને ત્યાં ખુબજ મહેમાનગીરી માણી પરતું આ રાજા નો
મહેલ ઠાઠમાઠ કે ભભકા વગરનો સાદો હતો.જીવન ચર્યા પણ સાદી અને સામાન્ય હતી.પેલા મહેમાન રાજાએ
બુદ્ધિમાન રાજાને પ્રશ્ન કર્યો તમે રાજ ચલાવો છો કે સદાવ્રત ખાતું ? બુધ્ધિ રાજાએ પૂછ્યું કેમ ? હું તો રાજ ચલાવું છું.
મહેમાન (સંપત્તિવાન) રાજાએ કહ્યું મને તો લાગે છે તમે સદાવ્રત ખાતું ચલાવો છો લોકો પાસેથી તમો કર લો નહિ,
મહેસુલ લો નહિ ને ઉપરથી જે છે તેમાં થી લોકોને આપી દો છો ……ગરીબોને વહેચી નાખો છો આવી રીતે તમારા
ભંડાર ને ખાલી કરી નાખશો તો રાજ કેવી રીતે ચાલશે ? નહિ હીરા.. નહિ માણેક..નહિ ઝવેરાત..પન્ના-નીલમ કે
મોતી વગર નો તમારો ભંડાર પણ કેવો સાદો છે ? મારા ભંડાર ની વાત જવાદો..ખાલી મારા શરીર પર નું ઝવેરાત
જ કરોડો રૂપિયા નું થાય,મારા ભંડાર ને તમારા ભંડાર સાથે સરખાવું ત્યારે મને લાગે છે મારું રાજ્ય એ રાજ્ય છે અને
તમારું રાજ્ય એ સદાવ્રત ખાતું છે. આ તો મેં તમારું અન્ન ખાધું છે એટલે મને થયું કે રાજ્ય કેમ ચલાવવું એની રીત
શીખવતો જાઉં.ત્યારે બુદ્ધિમાન રાજાએ પૂછ્યું કેવી રીતે ? એટલે સંપત્તિ રાજાએ પ્રજાને કેવી રીતે નીચોવવી,
પ્રજા પાસેથી વધારે માં વધારે કર કેવી રીતે લેવો અને પ્રજા પ્રત્યે દુર્લક્ષ રાખવું અને રાજ્ય ભંડાર કેમ સમૃદ્ધ
બનાવવો ? એ બધી વર્તમાન રીત એને બતાવી દીધી.
 
આ બધું સાંભળીને બુદ્ધિમાન રાજાએ કહ્યું તમે તમારી રીત બતાવી હવે રજા આપોતો મારી રીત બતાવું, સંપત્તિશાળી
રાજાએ કહ્યું હાં બતાવો…બુદ્ધિમાન રાજાએ કહ્યું હું તમને પ્રથમ પ્રશ્ન પૂછું છું કે તમારી સંપત્તિ કેટલી ? એ મને કહો સંપત્તિ
રાજાએ જેટલી સંપત્તિ હતી પોતાના ભંડારમાં તેનો હિસાબ આપ્યો આટલા માણેક-મણી હીરા-પન્ના -મોતી એમ કહી
અબજોની સંપત્તિ થતી હતી.બુધ્ધિરાજાએ કહ્યું તમારી પાસે અબજો ની સંપત્તિ છે હવે મારી પાસે શુ છે તે બતાવું કહી
નગર માં ઢંઢેરો પીટાવ્યો “રાજા મુશ્કેલી માં છે ભય માં છે મારે બીજા રાજાને આટલા અબજ આપવાના છે,રાજ અને
રાજાના રક્ષણ નો સવાલ છે માટે સહું સહું ની શક્તિ પ્રમાણે પોતાનો ફાળો રાજ્ય ભંડાર માં નોધાવી જાય.
 
ત્રણ દિવસમાં તો પ્રજાએ ધન રત્નો-અલંકારો-હીરા-માણેક મોતી વિગેરના ઢગલાકરી દીધા……બુદ્ધિમાન રાજાએ
સંપત્તિવાન રાજાને કહ્યું હવે જરા ગણી જુઓ તમારી સંપત્તિ વધારે કે મારી ? બન્નેની સરખામણી કરીતો સંપત્તિવાન
રાજાની સંપત્તિ આના આગળ àªµàª¾àª®àª£à«€ લાગતી હતી, બુદ્ધિમાન રાજાએ કહ્યું રાજ્ય તમને ચલાવતા આવડે છે કે મને ?
તમે ભેગું કરી કરીને એની રક્ષા કરવા ચોકિયાત રાખો છો ! બીજા રાજાઓ ના મનમાં ઈર્ષા પેદા કરો છો………..મારો
ભંડાર મારે ત્યાં નહિ મારી પ્રજા ના ત્યાં છે. ભંડાર સંપત્તિ નહિ સુબુદ્ધિ છે, àª…હી ઈર્ષ્યા કે અદેખાઈ પણ નથી.
પૈસા કરતાં સદબુદ્ધિ પ્રાપ્ત કરવા માટે વધારે કાળજી રખો……..
 
CARE MORE FOR VIRTUES THAN FOR MONEY……