શેઠ ના સ્વવૈભવનું પ્રદર્શન…….

પુત્ર વધુ ની ના પાડવા છતાં શેઠ રાજા ને નિમંત્રી ઘરે લાવ્યા ,મહેમાનગતી કરી પોતાનો વૈભવ બતાવ્યો,રાજા એ બીજા દિવસે મંત્રી ને વાત કરી,મંત્રી ની સલાહ પ્રમાણે શેઠ ને દરબાર માં બોલાવ્યા અને બે સવાલ પૂછ્યા અને બે દિવસ માં સવાલ નો જવાબ ન આપો તો એક લાખ નો દંડ ભરવો પડશે, સવાલ એ હતો કે જે પ્રતિક્ષણ ઘટે તે શું ? અને પ્રતિક્ષણ વધે તે શું ?..
 
દુખી શેઠ ઘરે આવ્યા અને વાત કરી , પુત્ર વધુ એ કટોરા માં દૂધ અને હાથ માં ઘાસ લઇને શેઠ ની સાથે રાજ દરબાર માં આવી, હાથ માં કટોરો અને ઘાસ જોઈ રાજા બોલ્યો આ શું ? પેલી પુત્ર વધુ બોલી તમારા મંત્રી માં બુધ્ધી નથી તે જાનવર છે તેમેને માટે ઘાસ લાવી છું, અને તમો બાળક છો,બીજાની બુધ્ધી થી ચાલોછો ,એટલે તમારા માટે દૂધ લાવી છું,
હે રાજન હવે સવાલ ના જવાબ સાંભળો,જે પ્રતિક્ષણ ઘટે તે આયુષ્ય અને પ્રતિક્ષણ વધે તે તૃષ્ણા છે. રાજા અને સભા આશ્ચર્ય અને સ્તબ્ધ થઇ ગઈ અને રાજાએ ઇનામ આપી સન્માન કર્યું.