પાપ નો અંત ….પુણ્ય નો ઉદય….

એક રાજા યુદ્ધ માં હાર પામી ને નાશી ગયો, અતિ કંગાળ હાલત માં ફરતા ફરતા એક નગરમાં આવ્યો,
તેની નજર એક શેઠ પર ગઈ, રાજાએ પોતાની આપ વીતી કહી સંભળાવી, શેઠ નું હૃદય હચમચી ગયું,
શેઠે ! રાજા ને બે લાખ સોનૈયા આપ્યા, રાજા એ સમય જતા બે લાખ સોનૈયા ની મદદ થી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું !
 
અહી હવે શેઠ ની હાલત ધીરે ધીરે ખરાબ થવા લાગી, શેઠાણી એ શેઠ ને યાદ કરાવ્યું ! આપે જેને બે લાખ આપ્યા હતા,
તે પાછા માગી લો તો કેટલું સારું ! પણ શેઠ વિચારે છે કે કોઈ ને આપેલી મદદ કે દાન પાછું ન લેવાય,
પોતે કરમને માનવા વાળા હતા..એટલે તેમને શેઠાણી ને કહ્યું ! કોઈ ને આપેલું દાન ક્યારેય પાછું ન મગાય !
અત્યારે આપણા પાપ નો ઉદય છે; પણ સમય જતા બધું બરાબર થઇ જશે,માટે જીવ ને ટુંકો ના કરશો.
સમય વીતી રહ્યો છે,શેઠ ની હાલત પણ ખરાબ થતી જાય છે,
 
એક દિવસ શેઠ!રાજમહેલની નજીકથી પસારથઇ રહ્યા છે,
ત્યાંજ રાજાની નજર અચાનક શેઠની ઉપર પડે છે,તેમને બોલાવીને હાલચાલ પૂછે છે, ત્યારે શેઠ પોતાના કર્મનો ઉદય થયો છે,
એમ જણાવે છે,રાજા તેમને આશ્વાસન આપી,રહેવા ઘર અને એક બકરી આપે છે,અને કહે છે, આથી તમારું ગુજરાન ચાલશે.
શેઠ! બકરી ને લઇ જાય છે! બકરી નું દૂધ પોતાને ખપ પુરતું રાખીને બાકી નું વેચી નાખે છે,
આ રીતે પોતાનો નિર્વાહ ચલાવે છે.બે મહિના આ ક્રમ ચાલે છે, ત્યાં બકરી મરી જાય છે,ને શેઠ હતા તેવા થઇ ગયા,
 
થોડા સમય બાદ રાજા શેઠને બોલાવી ને પૂછે છે! કેમ બધું બરાબર ચાલે છે ને? શેઠ કહે છે, હજૂર બકરી તો મરી ગઈ,
આ સાંભળી રાજા શેઠ ને એક ગાય આપેછે, તે પણ ચાર મહિના જીવી.
ત્યાર બાદ રાજા ને ખબર પડી કે ગાય પણ મરી ગઈ એટલે એક ભેસ àª†àªªà«€ .
એક વરસ થઇ ગયું શેઠ દેખાયા નહિ એટલે રાજા ને થયું નક્કી હવે શેઠ નું નસીબ ખુલ્યું,લાગે છે !
શેઠ ને બોલાવી સમાચાર પૂછતાં શેઠે કહ્યું, ભેષ ખુબજ દૂધ આપે છે,અને તેને એક પાડી (બચ્યું) પણ થઇ, જે હવે દૂધ આપશે.
રાજા એ મન માં જે વિચાર્યું àª¤à«‡ સાચું હતું ,ખરેખર શેઠ નું નસીબ હવે ખુલ્યું છે, એટલે હવે જે આપીશું તે ટકશે,તેમ વિચારી ને ,
શેઠને દસ લાખ સોનૈયા આપ્યા… શેઠ સુખી થઇ ગયા……
 
નસીબ વગર કંઈ મળતું નથી અને મળે તો ટકે નહિ……
શેઠ ના સમતાભાવ ના  àª¹àª¿àª¸àª¾àª¬à«‡ તેમનો પાપોદય જલ્દી મટી ગયો અને પુણ્યોદય ફરી જાગૃત થયો.