ઠગ…….

સસરા ના આમંત્રણ થી કુંભાર તેમના ગામે જવા નીકળ્યો,બકરી ચોરાઈ જવાના ભય થી કુંભારે,
ગધેડા ની સાથે બકરી પણ લીધી, ગધેડા ની પૂછડી સાથે બકરી બાંધી અને સાવધાની માટે બકરી
ના ગળા માં ઘૂઘરા બાંધ્યા, પછી ગધેડા પર બેસી મસ્તી થી સસુરાલ ની મોજ માણવા ઉપડયો.
 
આગળ જતા બે ઠગ મળ્યા, ઠગો એ ગધેડો અને બકરી બન્ને લેવાનો વિચાર કરી, ચાલાકી થી ઘૂઘરા
ગધેડા ને પુછડે બાંધી એક જણ બકરી લઇ રવાના થયો,બીજો સામે થી આવીને કહે ઘૂઘરા પુછડે કેમ
બાંધ્યા છે ? àª•à«àª‚ભાર જોઈ ને ભડક્યો, અને પેલા ભાઈ ને ગધેડો સોપી બકરી શોધવા પાછો વળ્યો,પેલો
ગધેડો લઇ રવાના થયો.
 
કુંભારભાઈ ગધેડા જેવું àª®à«‹àª¢à«àª‚ લઇ સાસરે હાંફતા હાંફતા પહોચ્યા.