કુવારો…..

એક છોકરો સગાઇ થઇ પછી એક દિવસ સાસરે જવા નીકળ્યો ,રસ્તા માં કુવો આવ્યો આરામ કરવા,
કુવાને કાંઠે લંબાવ્યું ને નિંદ આવી ગઈ, તેમાં પાછું સ્વપ્ન આવ્યું.સ્વપ્ના માં ભાઈ સાહેબે લગ્ન કર્યાં,
ત્યાં તેની પત્ની એ કહ્યું જરા આઘા ખસોને કપડા ધોવા છે, સપના માં આઘો ખસતા કુવા માં પડ્યો.
 
કોઈ ની નજર પડી ને બુમાબુમ મચી ગઈ, છોકરા ને મહા મુસીબતે લોકો એ બહાર કાઢી બચાવી
લીધો,તે સાસરે જવાને બદલે ઘરે પાછો ગયો. મા બાપ તથા ઘરના ને અચંબો થયો, મા એ પૂછ્યું
અલ્યા પાછો કેમ આવ્યો ? સાસરે ગયો કે નહિ ? છોકરા એ પોતાની બનેલી વાત જણાવી ને કહ્યું
મારે લગન નથી કરવા.
 
સ્વપ્ન માં લગન કરી કુવા માં પડ્યો ! સાચા લગન કરીશ તો શુ, દુખ નહિ પડે?
 
બિચારો સ્વપ્ન માં કરેલા લગ્ન થી જ બચી ગયો…..