એક સ્તંભ નો મહેલ…

શેઠ અને શેઠાણી વચ્ચે નસીબ બાબતે વિવાદ થયો, શેઠ કહે બધું મારા નસીબ નું છે,

અને શેઠાણી કહે બધું મારા જ નસીબનું છે, આમ તો તેઓ સુખી હતા, પણ કોણ જાણે !

વિધાતા ને આમનું સુખ મંજુર નહિ હોય, એટલે બન્ને જણા જીદ પર આવી, એક બીજા

થી છુટા પડ્યા. થોડા સમય માં શેઠ ને ધંધા માં તકલીફ પડવા લાગી, નુકશાન પણ ,

થવા લાગ્યું અને સમય જતા શેઠ પાયમાલ થઇ ગયા, ખાવા ના પણ વાંધા થઇ ગયા,

 àª¶à«‡àª àª¾àª£à«€ પોતાનો હિસ્સો લઈને, દરિયા કિનારે એક ઝુપડું બાંધી ને રહેવા લાગ્યા,

શેઠાણી પોતે ઉચ્ચ સંસ્કાર વાળા હતા, એટલે,સમતા ભાવે પોતાની જિંદગી ના દિવસો

પસાર કરતા હતા.દરિયા નજીક રહેતા શેઠાણી દરિયા માં તરતી માછલીઓ ને જોઈ ને

ખુબ ખુશ થતાં ,તેમને થયું કે આ માછલીઓ ને કંઈક ખવડાવું તેમ વિચારી ને રોજ

ચીભડાની ચીરી કરી ને ખવડાવવા લાગ્યા , તેમાં તેમને આનંદ મળતો હતો,આ ક્રમ ઘણો

સમય ચાલ્યો, હવે માછલીઓ વિચારે છે કે, આ બેન આપણ ને રોજ ચીભડું ખવડાવે છે !

તો આપણી પણ ફરજ છે, તેમેને કંઈક આપવું જોઈએ, આમ વિચારી માછલીઓ રોજ

ચીભડા ની ચીરીના બદલામાં મોતી આપવા લાગી, જો શેઠાણી મોતી ના લે, તો માછલીઓ

પણ ચીભડું ખાતી નહી,એટલે શેઠાણીને ચીભડાના બદલા માં મોતી મળવા લાગ્યા, તેઓ

આ બધા મોતી ને છાણના ઢગલા માં મોતી છુપાવીને  રાખતા,  થોડાં જ સમય માં,

શેઠાણી સમૃદ્ધ થઇ ગયાં , શેઠાણી એ તેજ નગર માં એક સ્થંભ ઉપર મોટો મહેલ

બંધાવ્યો, અને દાન પુણ્ય નિમિત્તે ગરીબો ને રોજ જમાડવા લાગ્યા.

 àª°àª–ડતા ભટકતા શેઠ એક દિવસ ત્યાં આવી પહોચ્યા ,અને ગરીબો ની વચ્ચે ખાવા બેઠા.

શેઠાણી ની નજર શેઠ પર પડી અને દરેક વખતે શેઠાણી અલગ અલગ શણગાર કરી શેઠ ને ,

જમવાનું પીરસવા જાય છે,શેઠ ને શંકા પડી કે નક્કી આ મારી પત્ની જ છે ,અલગ અલગ

રૂપ માં આવતી વ્યક્તિ એક છે કે જુદી જુદી છે તેની ખાતરી કરવા શેઠે ઘી નું એક ટપકું,

શેઠાણી ની મોજડી પર નાખી દીધું , જયારે શેઠાણી તે શેઠ ને પોતાના મહેલ ના પહેલે માળે,

લઇ જાય છે, ત્યારે પેલી ઘી ના ટપકા વાળી મોજડી પગ માંથી છટકી શેઠ ના હાથ પર પડે છે,

અને શેઠ ને ખાતરી થઇ ગઈ કે આજ મારી પત્ની છે.ઘણાં વરસ ના વિરહ બાદ બન્ને નો મેળાપ

થયો. શેઠ અને શેઠાણી એ નસીબ નું ક્યારેય અભિમાન નહિ કરવાની કસમ લીધી .

 àª¸à«àª‚દર મજાનું સુખ મળ્યું હોય, શાંતિ હોય બધાજ પાસા સારા હોય ! તો પણ, આ ઘમંડ અને અહમ,

 àª•à«‡àªµà«€ અશાંતિ ફેલાવે છે ……?