એક અમેરિકન સૈનિકની કરુણા………

બીજા વિશ્વયુદ્ધ ની આ ઘટના છે,અમેરિકા ની સામે જાપાન હારી ગયું.અનેક સૈનિકો મૃત્યુ પામ્યા.
એમાં જાપાન ના એક નાનકડા ગામના એક સૈનિક ને કણસતો જોયો.પાણી ! પાણી ! તેના શબ્દો
સાંભળીને અમેરિકન સૈનિક કરુણતા થી ગમગીન બની ગયો.ખુબજ પ્રેમ થી એને પાણી પાયું. તે
વખતે તુટક સ્વરે જાપાનીજ સૈનિકે કહ્યું ,મારા ઘરે બધાને મારી વહાલ ભરી યાદ પહોચાડજો,અને
…….તરત તેના પ્રાણ નીકળી ગયાં.
 
સદનસીબે તેના ખિસ્સામાંથી એક ડાયરી મળી આવી, જેમાંથી તેના ઘરનું સરનામું મળી ગયું. આ
ડાયરી માં છેલ્લા દિવસની વાતો અને ઘટનાઓ વગેરે લખ્યું હતું.
અમેરિકન સૈનિકે વિચાર કર્યો કે જેને પોતાના વહાલા ને ગુમાવ્યો છે,તે કુટુંબીજનોને આ ડાયરી ના
દરેક પેજનું વાંચન કેટલું બધું હુંફાળું બની જશે ! મારે જાતેજ ત્યાં પહોચીને આ ડાયરી આપવી
જોઈએ.એક કુટુંબ ના આશ્વાસન માં નિમિત્ત બનવાનું સદભાગ્ય પણ મને સાંપડશે.
 
તરત અમેરિકને જાપાનીજ સૈનિક ના ઘરે એક પત્ર લખ્યો કે તમારા સૈનિક દીકરા નો ઘણાં સમયથી
કોઈ પત્ર નહિ મળવાથી તમો પ્રતિક્ષા કરતાં હશો, આજે હું આપને ખુબજ દુખદ સમાચાર આપું છું કે
તમારો એ વ્હાલો દીકરો યુદ્ધમાં મૃત્યુ પામ્યો છે.તેની અંતિમ વિધિ અમે લોકોએ ખુબ સારી રીતે કરી છે.
અને પાણી પીવાની તેની અંતિમ ઈચ્છા મેં પૂરી કરી છે.
 
બીજી વાત એ છે કે તેને તમને સહુને છેલ્લે વહાલભરી યાદ કહેડાવી છે,અને તેના ખિસ્સા માંથી એક
ડાયરી મળી છે,તે વાંચતા મને લાગ્યું કે àª›à«‡àª²à«àª²àª¾ કલાકોના સમાચારો પણ તમને જાણવા મળે,એ ધ્વારા
તમને ખુબ આશ્વાસન પણ મળે,આ માટે હું જાતે જ જાપાન આ દિવસે દશ વાગે આવવાનો છું.
પત્ર મળતા જ સૈનિક ના ઘર વાળા ખુબ ઉત્સુક બની ગયાં,પરંતુ સ્વજન ના મૃત્યુ ના સમાચાર
સાંભળી સહુ છાતીફાટ રૂદન કરવા લાગ્યા,આખું ગામ ભેગું થઇ ગયું. લોકોએ આશ્વાસન આપી શાંત
કર્યાં,હવે તેઓ પેલા સૈનિક ની આવવાની પ્રતિક્ષા કરવા લાગ્યા.
 
તે દિવસે આખું ગામ નાહી ધોઈને કાળા કપડાં પહેરી, તૈયાર થઇ ને ઢોલ-નગારા વગાડતાં ગામની
બહાર આવી ગયાં. બરાબર દશ વાગે પેલો અમેરિકન સૈનિક ખભે થેલો નાખીને ઝડપથી આવતો
સહુએ જોયો. ભાઈ ! ભાઈ ! સુસ્વાગતમ કહી અશ્રુભિની આંખે ભેટ્યા, યુવાઓએ તેને ઉચકી લીધો
અને તેની આસપાસ કુંડાળું કરી લોકો નાચવા લાગ્યા.
 
‘ કેવો પરગજુ ! કેવો અદભુત આદમી આ ધરતીનો ! કેવો મહાન અમેરિકન ! સહુના અંતરના આ શબ્દો
હતાં.અમેરિકન સૈનિક ને ઘરે લઇ જવાયો સ્નાન-ભોજન વગેરે કાર્ય પતાવી આખું ગામ આ સૈનિક ની
ચોમેર બેસી ગયું.પોતાના ગામના શહીદ સૈનિક ની છેલ્લી-ક્ષણ સુધીની ઘટના વિગત થી જણાવાઈ,
પ્રત્યેક શબ્દે દરેક ની આંખમાંથી અશ્રુ ટપકતા હતાં.
 
છેલ્લે…… અમેરિકન વિદાય થવાની જીદ સાથે ઉભો થયો.શહીદ ના માતા પિતા થી માંડીને તમામને
આશ્વાસન આપ્યું.પછી તેને પેલી ડાયરી શહીદના પિતાના હાથમાં મુકતા કહ્યું આ ડાયરી જોયા બાદ જે
કંઈ કરુણતા અહી પ્રસરશે તે જોવાની મારી તાકાત નથી એટલે હું હમણાંજ અહીંથી વિદાય લઉં છું.
સહુએ તેને ભાવવિભોર વિદાય આપી.
 
છેલ્લી માહિતી જાણવા માટે ડાયરીનું છેલ્લું પાનું ખોલવામાં આવ્યું : ઓ મારા વહાલા સ્વજનો !
ડેડી ! મમ્મી ! પ્રિયતમા ! મારા વહાલા બન્ને બાળકો ! તમારી યાદ બહુ સતાવે છે.અત્યારે હું યુદ્ધ ભૂમિ
પર જ છું મને પાંચ ડીગ્રી તાવ છે.તબિયત ઠીક નહી હોવાને કારણે છુટ્ટી માગી હતી પણ ન મળી.હું
માભોમ ની રક્ષા કાજે આગે કુચ કરી રહ્યો છું,પાણીની તરસ બહુ લાગી છે.મને ખુબ પ્રિય ભાત ખાવાની
ઈચ્છા થઇ છે પણ જ્યાં પાણીના પણ ઠેકાણા નથી ત્યાં મને ભાત કોણ આપશે ? કાંઈ નહિ હું આ યુદ્ધ
પૂરું થતાં જ ઘરે આવીશ. આપને બધા ખાશું.
 
બસ…….. ગમે તે કારણે ડાયરી ની વાતો ત્યાંથી આગળ વધી શકી નહિ.
આ છેલા શબ્દો વાંચતા સહુ હીબકા ભરીને રડ્યા.શહીદ ની માતા ઉભી àª¥àªˆ તરત ભાત બનાવ્યો.પોતાના
લાડકા દીકરા ના ફોટા પાસે મુક્યો. બેટા ! આ રહ્યો ભાત.લે ખા,અમે તને રોજ ભાત ખવડાવીશું.  આટલું
બોલી ને હિંમત ખોઈ બેઠેલી વહાલીસોયી મા ધરતી પર તૂટી પડી.
 
એ દિવસ થી રોજ સાંજે સહુ સ્વજનો ભેગા થઈને પોતાના પ્રિયજન ના ફોટા આગળ ભાત મુકીને એક
અકલ્પ્ય અને અવલોકનીય આશ્વાસન હમેશ પામતા રહ્યા.