અનોખો રંગ ફૂલો નો …..૨

અનોખો રંગ ફૂલો નો……

 
ઉપવન ને લુટાવી દેવાનો આરોપ છે કોના જોબન પર,
કાંટા ની અદાલત બેઠી છે, લેવાને જુબાની ફૂલોની,
 
તમન્ના ની જવાની છે, ઉમંગો નો જમાનો છે,
બસંતી રંગ લ્હાણી છે, સુગંધી નો ખજાનો છે.
 
કાંટા નો જન્મ જાત અધિકાર માન્ય ન રાખીએ તો ઉપવન ને લુટાવવાનો આરોપ લગાડવામાં આવે છે,
ઉપવન ને ઉજાડવાનો આક્ષેપ તો હમેશા, ભૂલ કરતી જવાની પર જ લગાડવો પડે,અને એવા વખતે,
સાક્ષી તરીખે ફૂલો ને હાજર કરવા પડે,ફૂલો કોમળ હોવાથી,કાંટા ની અદાલત ને અનોખો આનંદ મળે છે.