Uncategorized

સાચો ન્યાય…..

જહાંગીર બાદશાહ ના મહેલ થી થોડે દૂર એક નદી વહેતી હતી.નદી કિનારે ધોબીઓ રોજ કપડાં ધોતા.
એક વાર એક ધોબી અને તેની પત્ની સાંજે મોડે શુધી નદી કિનારે કપડાં ધોતા રહ્યા, ત્યારે ચારે બાજુ
અંધારું છવાઈ ગયું હતું. ધોયેલા કપડાં લઇ બન્ને જણ ઘરે જવાની તૈયારી કરતાં હતાં,ત્યાં અચાનક મહેલ
ની દિશામાં થી એક ગોળી છૂટી અને અવાજ સાથે એ ગોળી ધોબી ની છાતી વીંધી ને નીકળી ગઈ. ધોબી
લોહી લુહાણ થઇ ત્યાંજ ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો.બિચારી ધોબણ પર તો જાણે આભ તૂટી પડ્યું .
 
બીજા દિવસે ધોબણ જહાંગીર બાદશાહ ના દરબાર માં ન્યાય માંગવા ગઈ.
જહાંગીર બાદશાહ તેમના તટસ્થ ન્યાય માટે આખા દેશ માં પ્રસિદ્ધ હતાં. તેમને ધોબણ ની વાત શાંતિ થી
સાંભળી. ધોબણ ના કહેવા પ્રમાણે ગોળી મહેલ ની દિશા માંથી આવી હતી.બાદશાહે બીજા દિવસે ધોબણ
ને આવવાની કહી,એ અંગે તપાસ કરવાનું વચન આપ્યું.
 
તપાસ કરતાં બાદશાહ ને જાણવા મળ્યુંકે એ ગોળી બેગમ નૂરજહાં એ છોડી હતી.નૂરજહાં ને શિકાર કરવાનો
શોખ હતો.રાતે નદી કિનારે કોઈ જંગલી પશુ પાણી પીવા આવ્યું હશે એમ વિચારી તેને એ દિશા માં ગોળી
છોડી હતી. બાદશાહ જહાંગીર ને નૂરજહાં પ્રત્યે બેહદ પ્રેમ હતો; પરંતુ ન્યાય માટે તેમને એના થી યે વિશેષ
પ્રેમ હતો.
 
બીજા દિવસે ધોબણ જયારે દરબાર માં આવી ત્યારે બાદશાહે તેને એક ભરેલી બંધુક આપી ને કહ્યું ,”બેગમ
નૂરજહાં  ના હાથે તારા પતિ નું મોત થયું છે. જેમ નૂરજહાં એ તને વિધવા બનાવી છે,તેમ આ બંધુક થી તુ
તેને વિધવા બનાવ. “ધોબણ અને દરબારી ઓ આભા બની ને બાદશાહ ને જોઈ રહ્યા. બાદશાહે ફરી ધોબણ
ને કહ્યું બહેન તને થયેલ અપરાધનો સાચો બદલો હું આરીતે જ આપી શકીશ. તુ મારા પર ગોળી ચલાવ.
ધોબને બેગમ નૂરજહાં ને માફી આપી બાદશાહે ધોબણ ને તેના ગુજરાન માટે મોટી રકમ આપી. તે દિવસ
થી બાદશાહે નદી કિનારે શિકાર કરવાની àª®àª¨àª¾àªˆ ફરમાવી.
 
“જહાગીરી ન્યાય” માટે ઈતિહાસ પ્રસિદ્ધ બાદશાહ જહાંગીર ની ન્યાય બુધ્ધી, ખરેખર અદૂભુત હતી.