Gujarati

વિધાતા અને રાજા રાવણ..

 àª†àªªàª¨à«‡ ત્યાં કહેવત છે કે” લલાટે લખ્યા તે લેખ કદી ખોટા ના ઠરે”
 
લંકાપતિ રાવણ મહા પ્રતાપી રાજા હતો,તેની રાજસભા માં બ્રહ્માજી વેદ ભણતાં,વાયુ પવન ઢાળતો,
અગ્નિ રસોઈ બનાવતો, મેઘ પાણી ભરતો, લક્ષ્મી ધન આપતી, ધન નું રક્ષણ ખુદ કુબેર કરતો, ને ઇન્દ્રાદિક
દેવો અને સામંતો તેની સેવા કરતાં હતા.
 
એક દિવસ રાજ સભામાં વિધાતા અંગે ની ચર્ચા ચાલતી હતી ત્યારે બ્રહ્માજી એ કહ્યું,હે મહારાજ !
વિધાતા ના લેખ ને આ જગત માં કોઈ મિથ્યા સાબિત કરી શકતું નથી,અર્થાંત જે નિર્માણ થયું હોય તે
અચૂક થાય જ .બ્રહ્માજી ના આવા વચનો સાંભળી રાવણ નું અભિમાન ઘવાયું,તેને ક્રોધ થી પડકાર ફેક્યો,
હે બ્રહ્મા ! શુ હજી તને રાવણ ની શક્તિ નો પરિચય નથી ? તારી વિધાતા ના લેખને હું  àª­àª¸à«àª® ના કરું તો
મારું નામ દશાનન નહિ,બોલ એ વિધાતા કયા દિવસે માણસ નું પ્રારબ્ધ (નસીબ) ઘડે છે.
 
રાવણ નો ઉગ્ર ક્રોધ જોઇને બ્રહ્માજી ધ્રુજી ગયાં,અને ધીમેથી કહ્યું મહારાજ ! છઠ્ઠી રાત્રિએ વિધાતા મનુષ્ય
 àª¨à«àª‚ ભાવી લખી જાય છે,હવે છઠ્ઠી ના લેખ કેમ ખોટા થાય તે અંગે રાવણ વિચારવા લાગ્યો, તે વખતે તેની
 àª°àª¾àª£à«€ મંદોદરી સગર્ભા હતી,થોડા દિવસ બાદ રાણી એ એક પુત્રી ને જન્મ આપ્યો,રાવણે વિચાર્યું મારી પુત્રી
 àª¨àª¾ લેખ જ કેમ મિથ્યા ના કરું? આમ વિચારી તે રાણીવાસ માં ખંડ ની બહાર બેઠો. 
 
મધ્યરાત્રી એ છમછમ અવાજ આવ્યો,રાવણે જોયું તો દેવી સ્વરૂપે વિધાતા આવી રહી હતી,
તેને અટકાવી રાવણે પૂછ્યું હે દેવી ! તુ કોણ છે ? અને અત્યારે મધ્ય રાત્રિએ ક્યાં જાય છે?
વિધાતા એ ઉત્તર આપ્યો,હે રાજન હું ઈશ્વર ની માયાવી શક્તિ છું અને મંદોદરી રાણીએ જે કુંવરી
ને જન્મ આપ્યો છે તેનું પ્રારબ્ધ લખવા જાઉં છું.
રાવણે પૂછ્યું તુ શુ લખવા આવી છે ? વિધાતા એ કહ્યું હું શુ લખવા આવી છું તે હું જાણતી નથી,
જગત નિયંતા લખતી વખતે જે આજ્ઞા કરશે તેમ જ મારે લખવાનું, તેનું પ્રારબ્ધ નિર્માણ કરનાર
તો જગત પતિ છે.
 
રાવણે કહ્યું ઠીક તો જતી વખતે મને મળી ને જજે, નહીતો તારું આવી બન્યું સમજ જે.
થોડી વાર પછી વિધાતા પાછી વળતા, રાવણે પૂછ્યું મારી પુત્રી ના પ્રારબ્ધમાં તે શુ શુ લખ્યું ?
વિધાતા એ કોઈ નું નિર્માણ બીજા ને કહેવાની આજ્ઞા નથી છતાં પણ એટલું કહું છું કે આપની
પુત્રી ના લગ્ન તમારા ધ્વાર પાસે હેનારત નામનો ચંડાલ જે ઝાડુ મારે છે તેની સાથે થશે,આટલું
કહી વિધાતા અદ્રશ્ય થઇ ગઈ.
 
પોતાની દીકરી ના લેખ કેવી રીતે ખોટા કરવાં તે અંગે રાવણ વિચારવા લાગ્યો,તેને નક્કી કર્યું કે
હેનારત ચંડાલ ને મારી નાખવો જેથી ભવિષ્ય માં લગ્ન નો પ્રશ્ન જ ન રહે,આ વાત મંત્રી ને કરી,
મંત્રી એ કહ્યું ચંડાલ ને મારી નાખશો તો વિધાતા ના લેખની કસોટી કેવી રીતે થશે ?
અને વિધાતા ની ખરેખર કસોટી કરવી હોય તો ,આ ચંડાલ ને આપણી દીકરી ના લગ્ન સુધી જીવતો
રાખવો જઈએ, તેના જીવતા આપ દીકરી ના લગ્ન બીજે કરાવો તો વિધાતા ને આપે પરાજય આપ્યો
ગણાશે. રાવણ ને આ વાત ઉચિત જણાતા ચંડાલ ને એક અજાણ્યા દ્વીપ પર છોડી દીધો જ્યાં કોઈ
પ્રાણી નહિ, દ્વીપ ની ચારેબાજુ ગાઢ સમુદ્ર એટલે ચંડાલ છટકી ને ક્યાય જઈ ન શકે.
 
ચંડાલ ના સદનસીબે દ્વીપ પર પાણી ના ઝરણાં તેમજ ફળફળાદી ના વ્રુક્ષો હતા અને પૂર્વ ના સંસ્કારો
જાગૃત થવાથી ભગવાન ની ભક્તિ માં લીન થયો, આમ ઘણાં વરસ પછી તપ અને ભક્તિ ના પરિણામે
તેના શરીર ની કાંતિ બદલવા લાગી તેના જ્ઞાન અને બુદ્ધિમાં ફરક પડ્યો, અને ઈશ્વરીય પ્રેરણામળતાં
લાકડા અને રેસા નો તરાપો બનાવી સમુદ્ર માં તે તરાપા દ્વારા એક નગર માં પહોચી ગયો,
આ નગર નો રાજા બે દિવસ પહેલા મૃત્યુ પામ્યો હોવાથી મંત્રી મંડળ દ્વારા એવો નિયમ કરાયો હતો કે
જે પુરુષ નગર દ્વાર માં પ્રથમ પ્રવેશ કરે તેને રાજા તરીકે વધાવી લેવો, આથી ચંડાલ રાજા બન્યો.
 
બીજી બાજુ રાવણ ની દીકરી ની ઉંમર થતા લગ્ન કરવાનું નક્કી થયું ,રાવણે દેશ વિદેશ ના રાજા ઓ ને
બોલાવી સ્વયંવર રચ્યો, આ સ્વયંવર માં પેલો ચંડાલ જે હવે દેવગતિ રાજા નામે ખ્યાતી પામ્યો હતો,
તેની તપોબળ યુક્ત, તેજસ્વી મુખ મુદ્રા જોઈ ને, રાજકુમારીએ તેને વરમાળા પહેરાવી દીધી.
 
આમ વિધાતા એ જે નિર્માણ કર્યું હતું તેજ થયું, આ વાત ની રાવણ ને પાછળ થી ખબર પડતાં તેને
વિધાતા ની મહાનતા ને સ્વીકારી.