Uncategorized

મા નો પ્રેમ…… ” હીરાકણી બુરજ “

 àª®àª¹àª¾àª°àª¾àª·à«àªŸà«àª° àª®àª¾àª‚ એક પહાડ પર રાયગઢ નામનો એક કિલ્લો છે, એ પહાડ ની તળેટી àª®àª¾àª‚ આવેલા એક ગામમાં હીરાકણી નામની એક ગોવાલણ (દૂધ વેચનારી) રહેતી હતી. àª°àª¾àª¯àª—ઢ ના કિલ્લા પર શિવાજી મહારાજ ના સૈનિકો રહેતા હતા.હીરાકણી રોજ સાંજે દૂધ વેચવા કિલ્લા પર જતી.હીરાકણી ને એક નાનું દૂધ પિતુ બાળક હતું , દૂધ વેચવા કિલ્લા પર જતી વખતે હીરાકણી એ બાળક ને પોતાની સાસુ પાસે મુકી જતી. એક સાંજે કિલ્લા પર થી નીચે ઉતરતાં હીરાકણી ને થોડું મોડું થઇ ગયું, હીરાકણી કિલ્લા ના દરવાજા પાસે પહોચી તે પહેલા સુરજ આથમી ગયો હતો,આથી નિયમ પ્રમાણે ચોકીદારે કિલ્લાનો મોટો લોખંડી દરવાજો બંધ કરી દીધો હતો.હીરાકણી એ તેને દરવાજો ખોલવા ઘણી વિનંતી કરી;પણ સુરજ આથમ્યા પછી દરવાજો ખોલવાની સખત મનાઈ ને કારણે તે એક નો બે ન થયો.હીરાકણી ને પોતાના બાળક ની યાદ આવી ધાવણું બાળક આખી રાત મા વિના કેમ રહી શકે ? હીરાકણી ખુબ બેચેન બની ગઈ,તે નીચે ઉતરવાનો કોઈ માર્ગ શોધવા લાગી. એક ઠેકાણે કિલ્લા ની દીવાલ થોડી તૂટેલી હતી, અને નજીક માંજ એક ઝાડ હતું, હીરાકાણીએ એ રસ્તેથી નીચે ઉતરી ને ગામ માં જવાનું નક્કી કર્યું, ઝાડ ના ટેકે તે કિલ્લા ની દીવાલ પર થી ઉતરી, તે ડુંગર ના ઢોળાવ પર થી ખુબ સાવચેતી થી નીચે ઉતરી ગઈ.જરાક પણ પગ લપસે તો તેના રામ રમી જાય એટલું જોખમ ભર્યું હતું ,પણ હીરાકણી ને તો એ વખતે તેનો પુત્ર જ નજર સામે દેખાતો હતો.
 
 àª¬àª¾àª³àª• ના અદૂભુત પ્રેમે તેને હિંમત આપી હતી, તે ડુંગર ઉતરીને હેમખેમ ઘરે પહોચી ગઈ.
 
બીજા દિવસે સવારે ચોકીદારે હીરાકણી ને ન જોઈ ત્યારે તેને ખુબ નવાઈ લાગી, હીરાકણી તો રાત્રે જ ઘરે
પહોચી ગઈ એ વાતની ખબર પડતાં તેને હીરાકણી ને કિલ્લા પર બોલાવી અને તે કંઈ રીતે નીચે ઉતરી
એ વિષે પૂછપરછ કરી.
 
હીરાકણી ની હિંમત ની વાત શિવાજી મહારાજ ના કાને પહોચી.માની મમતા પ્રસંગ આવ્યે સ્ત્રી ના હૃદયમાં
કેવી અદૂભુત હિંમતથી ભરી દે છે તેની પ્રતીતિ કરાવતા આ પ્રસંગે શિવાજી મહારાજ ના હૃદય પર ઊંડી
અસર કરી. તેમને જાહેર માં હીરાકણી ની ઇનામ આપી પ્રશંસા કરી એટલુજ નહિ, હીરાકણી જે સ્થળેથી
કિલ્લા ની દીવાલ કુદી હતી ત્યાં તેમને એક બુરજ બંધાવ્યો અને તેને ” હીરાકણી બુરજ ” નામ આપ્યું.
 
માનો પ્રેમ ખરેખર અદૂભુત હોય છે.પોતાના બાળક માટે માતા પ્રાણોને પણ જોખમ માં મુકતા અચકાતી નથી, 
એ બાબત હીરાકણીના આ પ્રસંગ પરથી સાબિત થાય છે. “હીરાકણી બુરજ ”  ના નામથી અમર બનેલી 
હીરાકણીની હિંમતના આ પ્રસંગ ને લોકો વર્ષો સુધી યાદ કરશે.