Gujarati

ભોળો ભગત…………….

એક ભોળો ભલો ભક્ત ચાલી ચાલીને લોથપોથ જઈ ગયો હતો, છતાં મારગ ખૂટતો નહોતો.
એને ભગવાનને પ્રાર્થના કરી : हे प्रभु एक घोडा भेज दो तो आपकी बड़ी मेहरबानी.થોડો સમય
વીત્યો અને એજ માર્ગે દુરથી કોઈ ઘોડેસવાર આવતો ભક્તને દેખાયો,અને પોતાની પ્રાર્થના
સંભાળવા બદલ મનોમન પ્રભુને ધન્યવાદ આપવા માંડ્યો.
 
પણ…ઘોડેસવાર નજીક આવતાં બન્યું સાવ વિચિત્ર,આગંતુક કોઈ સૈનિક હતો.એની પાછળ
નાનો વછેરો હતો.થાકના કારણે વછેરો ચાલતો નહોતો.અને એથી સૈનિકની ઘોડી પણ થોડી
થોડી વારે અટકી જતી.આથી એ કોઈ મજુર ની શોધમાં હતો,પેલા ભોળા ભક્ત ને જોતાજ
સૈનિકે હુકમ કર્યો : अबे भगत ! ये बछेरा उठा लो और मेरे साथ चलो.બિચારો નિર્બળ ભક્ત
ડર નો માર્યો વછેરા ને ઉચકી ચાલવા માંડ્યો, અને મનોમન પ્રભુને ઠપકો દેવા માંડ્યો :
प्रभु, कैसा गलत समज लिया आपने ?
मैंने घोडा बैठने के लिए माँगा था,और आपने उठाने के लिए…भेजा ?