Uncategorized

ભારત નું તર્કશાસ્ત્ર……કઠિન,

ઇંગ્લેન્ડ પાર્લામેન્ટ માં વિચારણા ચાલતી હતી, કે ભારતનું તર્કશાસ્ત્ર શીખવું જોઈએ,
સામાન્ય હિન્દી ના જાણકાર એવા એક ગોરા ને ભારત માં મોકલ્યો, કોઈ સામાન્ય
નગર માં ફરતાં ફરતાં દીવાલ પર છાણું (ગાય,ભેષ ના ગોબરમાં માટી મિક્સ કરી
બનાવેલું બળતણ) થાપેલું જોયું ,વિચારે છે કે ઓ માય ગોડ- આ સીધી દીવાલ પર
ગાય ચઢી કેમ ? ઉભી રહી કેમ ?
 
પોદરો કેમ કર્યો અને ચોટ્યું કેમ ? બાજુ માં રહેલા એક બ્રાહ્મણ ને પૂછ્યું ! ઈંગ્લીશ માં !
બ્રાહ્મણ કહે ઈંગ્લીશ શુ બોલે છે ! તે તો અમારા કુતરા ને પણ આવડે છે, એમ કહી
લાલિયા કુતરા ને બુચકાર્યો કે તુરંત લાલિયો હાઉ હાઉ કરતો આવ્યો,પાછળ કુતરી
વાય વાય કરતી આવી ને ગલુડિયા પાછળ હૂઊઉઉં હુંઊઊઉ કરતાં આવ્યા.ગોરો
ભાગ્યો, બ્રાહ્મણ કહે અરે ભાગો નહિ આતો કહે છે હાઉ-હાઉ કેમ કેમ આવ્યા છો વાય
વાય શા માટે આવ્યા છો અને હૂઊઉઉ કોણ છે ? એમ કહે છે.
 
ગોરો આશ્ચર્ય માં પડ્યો ! જે દેશ માં કુતરા ને અંગ્રેજી આવડે તે દેશ ના માણસો કેટલા
હોશિયાર હશે ?
 
ગોરા એ બ્રાહ્મણ ને કહ્યું ભાઈ તર્કશાસ્ત્ર શીખવા આવ્યો છું પણ અહી તર્ક થાય છે કે આ
સીધી દીવાલ પર ગાય ચડી કેમ અને પોદરો ચોટયો કેમ ?
 
બ્રાહ્મણે કહ્યું કરી બતાવું ? ગોરા એ હા પાડી અને બ્રાહ્મણે તાજો પોદરો લઇ ને તેના ઉપર
ફેક્યો આમ ચોટે. ગોરો ગભરાયો ભાઈ ભારત નું તર્કશાસ્ત્ર ભારે કઠિન….
હજારો ડોલર નું પાણી કરી ઘર ભેગો થયો……