Gujarati

ભયંકરતા સ્વાર્થની……..

માલવપતિ મુંજ………
 
માલવપતિ મુંજની આ વાત છે,તૈલંગ દેશ ના રાજવી તૈલપ પર જયારે માલવપતિ મુંજે,
આક્રમણ કરવાનો સંકલ્પ કર્યો ત્યારે તે જાણીને વૃદ્ધ મંત્રી રુદ્રાદિત્યે રાજાને કહ્યું ! રાજન
આ સાહસ કરવા જેવું નથી.
 
આપનો સમય તો પ્રતિકુળ છે જ,પરંતુ તૈલાપ ના દાવ પેચ ઘણી હીન કક્ષાના હોય છે,આપ
કદાચ ફસાઈ જશો,પરંતુ માલવપતિ એ મંત્રી ની આ સલાહ અવગણી ને કહ્યું, મંત્રીશ્વર !
તૈલાપ તો મારી સામે મચ્છર છે એને મસળી નાખતા મને જરાય વાર નહિ લાગે,માટે તમે
આવી નબળી વાતો કદી ન કરો.
 
માલવપતિ એ એક દિવસ વિરાટ સૈન્ય સાથે તૈલંગ દેશ તરફ પ્રયાણ કર્યું. શૌર્ય થી સામે છાતી
એ લડવામાં પરાજય જોઇને તૈલાપે કપટ કરી મુંજને જીવતો પકડી લીધો. અને લોખંડી
સળિયાની અભેઘ દીવાલો ની જેલમાં ધકેલી દીધો.
 
મુંજના ભોજન વગેરે ની વ્યવસ્થા તૈલાપે પોતાની સગી બહેનને સોપી. મુંજ જેટલો સુરૂપ હતો
તેટલી મૃણાલ કદરૂપ હતી.મુંજ વાસના થી પીડિત હતો તેને એકાંત ની ઓથ મળી,મૃણાલ ને
રૂપાળા પુરુષ નો સંગ મળ્યો.બન્ને એક બીજાના પ્રેમ માં પડી ગયાં,એ પ્રેમછેવટે અતિ ગાઢ બની
ગયો મુંજ ને માટે તે હવે માલવ ની જેલ ન હતી એ માલવ નો મહેલ બની ગયો.મૃણાલ ના
ખોબે ભરી ભરી ને મળતા પ્રેમ માં તે પાગલ બની ગયો હતો.
 
પણ મુંજનો આ કારાવાસ માલવ ની પ્રજા ને, માલવ દેશ ના મંત્રીગણ ને શી રીતે મંજુર હોય ?
તેમને તો માલવ પતિ ને ભગાડી મુકવા માટે સુરંગ ખોદવાનું શરુ કરી દીધું.સુરંગ નું કામ પૂરું
થવા માં હતું.મૃણાલ આ બધું જણાતી હતી તેને માલવપતિ ની રાણી બનવામાં વાંધો નહોતો,
પરંતુ માલવપતિ ની નજર માં અન્ય રૂપવતી રમણીઓ આવશે કે તરત મારા જેવી કાળી
સ્ત્રીની ઉપેક્ષા કરશે,આ જેલ વાસમાં મારા શિવાય કોઈ નથી એટલે અમે બન્ને અહી રહીએ એજ
યોગ્ય છે,મારે આવુજ કંઈક પાક્કું કરવું જોઈએ એમ વિચારી પોતાના ભાઈ તૈલાપ ને મળી.
 
મુંજની ભાગી છુટવાની આખી યોજના તેને ખુલ્લી કરી નાખી. આ સાંભળી તૈલાપ લાલપીળો
થઇ ગયો,તેને મુંજ ઉપર સખત ચોકીપહેરો લગાવ્યો,સુરંગ ને નિષ્ફળ કરી,મુંજ ના સાથીઓને
ઊંઘતા જ ઝડપી લીધા.એટલુજ નહિ મુંજને હાથકડી પહેરાવી પોતાના નગર તૈલંગ ના જુદા
જુદા વિસ્તાર માં ભોજન ની ભીખ માગવા ફેરવવાનું શરુ કર્યું.
 
મૃણાલ ના સ્વાર્થ ભર્યા દાવને જાણીને માલવપતિ ને ખુબ આઘાત લાગ્યો.એને ચોરે ને ચૌટે
નારીના સ્વાર્થ અને કપટ ના દાવ પેચો ની વાત ગીતો માં રજુ કરી.
 
તૈલાપ ના હુકમ થી એક દિવસ એ માલવપતિ ને જાહેર માં હાથી ના પગ નીચે કચડાવી
નાખવામાં આવ્યો.મૃણાલે મુંજ ખોયો, મુંજે પ્રાણ ખોયા.માલવ પ્રજાએ માલવપતિ ખોયો.
 
આવી છે ભયંકરતા સ્વાર્થની : સ્વાર્થથી અંધ બનેલા આત્માઓની.