Uncategorized

બુધ્ધિ…….માતૃભાષા..

રાજ સભા માં એક પંડિત આવ્યો ,ભારત ની અને પરદેશ ની ભાષા પણ બોલે, બધી ભાષા નો જાણકાર,
હવે તે પંડિત ની મૂળ ભાષા કંઈ તે જાણવા,રાજા એ મંત્રી ને કહ્યું , મંત્રી એ ગમે તે ઉપાય કરવા ની છૂટ
માગી ,રાજા એ તેને,અનુમતિ આપતા કહ્યું ગમે તે ઉપાય અજમાવો પણ મને ત્રણ દિવસ માં જવાબ જોઈએ.
 
પણ મંત્રી એ સભા ઉઠતાં જ ,પંડિત જેવો દાદરો ઉતારવા ગયો કે તુરંત જોરથી ધક્કો મારી ને ગબડાવ્યો,
તેને ગબડતાં ગબડતાં ક્રોધ થી ગાળો ની વૃષ્ટિ ચાલુ કરી,મંત્રી એ તુરંત રાજા ને કહ્યું સાંભળો રાજન !
આ તેની માતૃ ભાષા ! પોપટ ને રામ પઢાવો પણ બિલ્લી પાછળ પડતાં જ ટે –ટે કરે છે એમ સંકટ સમયે
કુદરતી રીતે મુખ માંથી માતૃ ભાષા જ આવે છે.