Uncategorized

નસીબ આડે પાંદડું……..

શંકર અને પાર્વતી એક વાર આકાશ માર્ગે પોતાના વિમાન ધ્વારા જઈ રહ્યા હતા ત્યાં અચાનક,
પાર્વતી ની નજર વેરાન અને ઉજ્જડ વન માં જઈ રહેલા એક ગરીબ માણસ પર પડી,
ચીથરેહાલ તે ગરીબ માણસ ને જોઈ પાર્વતીજી ને ખુબ દયા આવી ગઈ, તેને શંકરજી ને કહ્યું ,
સ્વામીનાથ એ ગરીબ માણસ ને કઈક સહાય કરો,
 
શંકરજી એ કહ્યું દરેક માણસ કર્મ ને આધીન હોય છે, હું તેને મદદ કરીશ પણ તેના નસીબ માં નહિ,
હોય તો તેને નહિ મળે ! આમ વાત કરી ને શંકરજી એ તે જ્યાં ચાલતો હતો ત્યાં એક કીમતી રત્ન
મુક્યું. ત્યારેજ તે ગરીબ માણસને મનમાં વિચાર આવ્યો કે અગર હું આંધળો થઇ જાઉંતો આ વનમાં
ચાલી શકું કે નહિ ! તેમ વિચારી તે આંખો બંધ કરી ને ચાલવા લાગ્યો અને રત્ન ને જોઈ શક્યો નહિ
ને આગળ નીકળી ગયો,શંકરજી બોલ્યા જોયુંને તેના નસીબ જ નથી,
 
આથી પાર્વતી એ શંકરજી ને ફરીથી થોડેક દુર એ રત્ન મુકવા કહી,એક મોકો આપવા જણાવ્યું.
હવે શંકરજી એ બીજી વાર જયારે રત્ન મુક્યું ત્યારે પેલા ગરીબ માણસ ને ફરી વિચાર આવ્યો ! કે આતો,
હું સપાટ જગ્યા માં બરાબર ચાલ્યો પણ આ ખાડા ટેકરા વાળી જગ્યા માં ચાલી શકું કે નહિ ! તેમ વિચારી..
પાછી આંખો બંધ કરી ને ચાલવા લાગ્યો અને પેલું રત્ન એમનું એમ પડી રહ્યું.
 
જેવા કરમ હોય તેવા વિચારો સર્જાય…….