Gujarati

જેવા તેવા ને ખુરશી ન અપાય……

અબ્રાહમ લિંકન જયારે અમેરિકા ના પ્રમુખ પદે ભારે બહુમતી ચૂંટાઈ આવ્યા ત્યારે ,એમને પ્રધાન મંડળની
રચનામાં વિરોધી પાર્ટી ના જે જુના પ્રધાનો હતા,તેમને તે પદે કાયમ રાખ્યા.આથી લિંકનના મિત્રો અને
ચુંટણી માં સહાય કરનારા ઓ ને ભારે દુ:ખ થયું.તેઓની પ્રધાન થવાની ઘણી મોટી આશા હતી.
 
એક દિવસ એ બધા અસંતુષ્ટો ભેગા થઈને પોતાની વાત કરવા લિંકન પાસે ગયાં,અને દરેકે પોતાના મનની
વાત કરી કે વિરોધ-પાર્ટી ના માણસોને પ્રધાન પદે ચાલુ રાખવા એ રાજકારણ ની બિલકુલ વિરુદ્ધ ની વાત છે.
એમની વાતો ને લિંકનને ધ્યાનથી સાંભળી લીધા બાદ કહ્યું,હું તમને એક નાનકડી વાર્તા કહું છું ,તે તમે સાંભળો.
 
એક રાજા હતો તેની પાસે એક પ્રધાન હતો. રાજનું મોટા ભાગનું કામ તે પ્રધાન સંભાળતો હતો. એક દિવસ તે
રાજા ને ઘોડા પર બેસી ફરવા જવાનું મન થયું .તે ચોમાસાની ઋતુ હતી; એટલે રાજાએ પ્રધાન ને પૂછ્યું, કે
આપણે ઘોડા પર બેસીને ફરવા જઈએ તે વખતે વરસાદ તો નહિ આવી જાય ને ? પ્રધાને આકાશ તરફ નજર
કરી.પુર બહાર તપતા સૂર્ય ને જોઇને કહ્યું,રાજાન ! એવી કોઈ શંકા કરવાની જરૂર નથી. ત્રણ àªšàª¾àª° કલાક સુધી
તો વરસાદ આવવાની કોઈ શક્યતા નથી.
 
પ્રધાન ના વચન પર વિશ્વાસ રાખી ને રાજા તો પ્રધાનને સાથે લઈને ફરવા નીકળ્યો.ફરતાં ફરતાં એકાદ કલાકે
તેઓ કોઈ મોટા તળાવ ની પાસે આવ્યા. તે વખતે એક ભરવાડ ઘેટા બકરા ચરાવતો હતો, સાથે બે ચાર ગાયો
અને ગધેડા પણ હતાં.
 
તળાવ ના સૌન્દર્ય ને માણવા રાજા અને પ્રધાન ઘોડા પરથી નીચે ઉતરી આમતેમ લટાર મારતાં હતાં ત્યાં એકએક
પેલા ભરવાડે પોતાના દીકરાને બુમ મારતાં કહ્યું, ‘બેટા ! જલ્દી કર વરસાદ તૂટી પડવાની તૈયારી માં છે.તું તમામ
જનાવરો ને દોડાવ અને જલ્દી ઘર ભેગા કરી દે.’ આ શબ્દો સાંભળી પ્રધાન હસી પડ્યો. તેણે રાજાને કહ્યું કેવો મુર્ખ
છે, આ ભરવાડ ! આકાશમાં એકેય વાદળું દેખાતું નથી છતાં મૂરખ આદમી થોડી વાર માં વરસાદ તૂટી પડવાની
આગાહી કરે છે ! પણ આશુ ? કેવી કમાલ થઇ હજી તો પૂરી પંદર મિનીટ àª¥àª‡ ન હતી ત્યાંતો ધોધમાર વરસાદ તૂટી
પડ્યો. પશુઓને દોડાવી ભરવાડ નો દીકરો ઘર ભેગો થઇ ગયો,પણ તેનો બાપ બુઢ્ઢો હોવાથી હજી અડધા રસ્તે હતો.
 
વરસાદ તૂટી પડતાં રાજા ક્રોધે ભરાયો,પ્રધાનને સખત શબ્દોમાં કહ્યું કે વરસાદની આગાહી કરવા જેટલી બુદ્ધિ પણ
તારામાં ન હોય તો મારે તને શા માટે પ્રધાન પદે રાખવો જોઈએ ? તું પ્રજાનું કલ્યાણ કેવી રીતે કરી શકીશ ?
હવે તારી જગ્યાએ સુક્ષ્મ બુદ્ધિ ધરાવતા તે ભરવાડ ને જ પ્રધાન બનાવવો પડશે.
 
ત્યાર બાદ વરસાદ બંધ થતાં પ્રધાન ને લઇ ને રાજા ભરવાડ ના ઘરે ગયો, અને ભરવાડ ને કહ્યું વરસાદ ની આગાહી
કરવા જેટલી àª¤àª¾àª°à«€ સુક્ષ્મ ઉપર હું ફિદા થયો છું,મારા આ પ્રધાન માં આટલી પણ બુદ્ધિ પણ નથી, માટે તેની હકાલ પટ્ટી
કરી તેના સ્થાને તમારી નિમણુક કરવા માગું છું.તમે મને સંમતિ આપો.
 
ભરવાડે કહ્યું, ‘મહારાજ ! આ આગાહી જેને કરી હોય તેણે તે યશ મળો. આ આગાહી કરતાં મને આવડતું નથી.પણ મને
એટલી જરૂર ખબર છે કે ગધેડો પોતાના બે કાન ઊંચા કરી ને જોરથી ભૂંકવા લાગે ત્યારે થોડાક જ સમયમાં વરસાદ તૂટી
પડે.મારી આ જાણકારી પરથી મેં આ આગાહી કરી,બાકી ખરી આગાહી તો મારા ગધેડાએ જ કાન ઊંચા કરીને ભૂંકવા
ધ્વારા કરી દીધી હતી.
 
ભરવાડની આ વાત સંભાળીને રાજાએ કહ્યું, ‘ ભરવાડ શ્રી ! ભલે, તેમ હોય તો હું હવે તમને પ્રધાન પદે નહિ નિમતાં,
તે ગધેડાને પ્રધાન પદે નિમિશ; કે જે આવી સુક્ષ્મ બુદ્ધિ ધરાવે છે.
 
આ વાર્તા કહીને લિંકને પોતાના મિત્રો ને એટલુજ કહ્યું કે, ‘આ રીતે હું ગધેડાઓને પ્રધાન પદું આપવા ઈચ્છતો નથી.’
 
બિચારા મિત્રો ! કાપો તો લોહી ન નીકળે તેમ થીજી ગયાં.ચુપચાપ રવાના થઇ ગયાં.